મોરબી સહિત રાજયભરમાં મોટા ભાગની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડમાંથી પરિવારનું કોઈ ને કોઈ સભ્યનું નામ કે કોઈ આખા પરિવારના નામને કમી કરવાની અરજી કર્યા વગર કોઈ અગમ્ય કારણો સર કમી કરવામાં આવ્યા છે. નોટબંધી, લોકડાઉન અને કોરોના મહામારીના કારણે હજારો પરિવારના રોજગાર ધંધાને માઠી અસર પહોંચી છે. જેના કારણે ઘણા પોતાના પેટના ખાડા ભરવા માટે નોકરી કે કામ ધંધો શોધવા તેમજ મજૂરીઓ કરવામાં વ્યસ્ત છે. લોકો આવકના સ્ત્રોતો ગોતવા માટે દર દર ભટકતા હોય છે.
ત્યારે તેઓને એકજ આધાર હોય છે. કે સસ્તા અનાજ ની દુકાને સરકાર તરફ થી વ્યક્તિ દીઠ જે સસ્તા ભાવનું અનાજ મળે છે. તેનાથી તેઓને રાહત મળશે, હાલમાં મોરબીના આવા ઘણા લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. આ નામો ફરીથી પોતાના રેશન કાર્ડ માં ચડાવવા માટે પોતાના કામ ધંધા છોડી ને રેશનકાર્ડ મા નામો ચડાવવા માટેની લાઈનોમાં ઉભા રેહવાની ફરજ પડી રહી છે. અને આના માટે વારંવાર ધક્કોઓ પણ ખાવા પડી રહ્યા છે.
સામે પક્ષે લગત મામલતદાર કચેરી ના અધિકારી ઓ કર્મચારી દ્વારા પણ પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો ના જનરલ સેક્રેટરીએ સીએમને રજૂઆત કરી રાશનકાર્ડમાં લોકોની જાણ બહાર નામ કમી કરાયેલા અથવા રાશન કાર્ડ રદબાતલ થયેલા નામ જૂની સ્થિતિમાં લાવવા માગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.