આવેદન:મોરબીના મણિમંદિર નજીકની વિવાદિત મસ્જિદ દૂર કરવા માગ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘હેરિટેજ બચાઓ’ સંઘર્ષ સમિતિનું કલેક્ટરને આવેદન

મોરબી શહેરની મધ્યમાં આવેલ મણીમંદિરની બાજુમાં આવેલી દરગાહ વર્ષો પહેલા ખુબ નાની હતી. જો કે દિવસેને દિવસે તેની આસપાસ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામ અગાઉ પણ આ બાબતે હેરિટેજ બચાઓ સંઘર્ષ સમિતિ દ્વારા અગાઉ પણ રજૂઆત કરી આ જગ્યા પર વિવાદિત બાંધકામ દુર કરવા માગ કરી હતી.

જો કે સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે આજે ફરી એકવાર આ સમિતિ મેદાનમાં આવી છે અને કાજલ હિન્દુસ્તાનીએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં તેમને રજૂઆત કરતા જણાવ્યું હતું કે 2001માં ભૂકંપ બાદ રાજ્ય સરકાર દ્વારા મણીમંદિર મ્યુઝિયમ બનાવવાની અને આસપાસ કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ નહી થવા દેવાય તેવી શરતે લીઝથી આપવામાં આવી હતી.

જો કે આ વિસ્તારમાં ગેરકાયદે મસ્જીદનું બાધકામ ખડકાઈ રહ્યું છે ત્યારે રાજવી પરિવાર કે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કર્યા હતા અને વહેલી તકે આ વિવાદીત બાંધકામ હટાવી હેરીટેજ સ્મારકની જાળવણી થાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...