તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પોલીસ ભરતીમાં થઈ રહેલી ક્ષતિઓ દૂર કરવા માગણી

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યના ગૃહવિભાગ દ્વારા તાજેતરમાં રાજ્ય પોલીસમાં અલગ અલગ પોલીસ અધિકારી જેમાં પીએસઆઈ, એએસઆઈની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરતા જ ઉમેદવારોમાં નવા નોટિફિકેશનને લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. જાહેરાતમાં અગાઉ લાગુ થતા નિયમોમાં ફેરબદલ કરાતા ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે અને માંગ છે કે, 15 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટીમાં ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે.

વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવે કે જેથી પરીક્ષા પાસ કર્યા બાદ કોઈ નોકરી સ્વીકારે નહિ અથવા ગેરલાયક ઠરે તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને અધિકારી બનવાની તક ઉપલબદ્ધ થાય, પરીક્ષામાં બેસેલા કોઈ વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેમને પરીક્ષા આપવાની તક મળવી જોઈએ. કેટેગરી પ્રમાણે સીટ ફાળવણીમાં જે વિસંગતતાઓ દેખાઈ રહી છે તેને દૂર કરવાની માંગણી કરી છે.

માંગણી ઉપરાંત ઉમેદવારોને અન્ય પ્રશ્નો મુંજવી રહ્યા છે કે, પરીક્ષામાં આર્મી જેવા માપદંડ રાખવામાં આવ્યા છે જે અન્ય રાજ્યોની ભરતી પ્રક્રિયામાં નથી. તમામ જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રણ વાર વિભાજીત કરવામાં આવી છે એ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ એવું જણાવી નિયમોમાં અચાનક કરેલા બદલાવ સામે સવાલો ઉઠાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો