રજૂઆત:મોરબીના મચ્છુ-2 ડેમના કમાન્ડ એરિયામાં સિંચાઈનું પાણી આપવા માંગ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાએ વિદાય લીધી, ત્યાં જ સિંચાઇ માટે પાણીનાં પોકાર શરૂ
  • કિસાન સંઘની નર્મદાની નહેરમાંથી વાવેતર માટે પાણી આપવા રજૂઆત

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ થવાથી મચ્છુ 2 ડેમ સંપૂર્ણ પણે ભરાયેલો છે જેથી પાણીની તંગી મહદ અંશે સમાપ્ત થઇ જતા હવે ખેડૂતો શિયાળુ પાક લેવા માગતા હોય જેથી મચ્છુ 2 ડેમમાંથી નીકળતી કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામડામાં શિયાળુ પાક માટે વહેલી તકે પાણી છોડવા માંગણી ઉઠી છે, ત્યારે આજે માનસર તાલુકાના સરપંચ દ્વારા સિંચાઈ વિભાગમાં લેખિત રજુઆત કરી વહેલી તકે પાણી છોડવા માંગ કરી છે. આ રીતે ભારતીય કિસાન સંઘના જીલેશ બી કાલરીયાએ નર્મદા વિભાગની સૌરાષ્ટ્ર શાખાની નહેરમાં પાણી છોડી રવિ સીઝનમાં વહેલી તકે સિંચાઈનું પાણી દેવા માંગ કરી.

ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધી છે અને ધીમે ધીમે ગુલાબી ઠંડીનું સામ્રાજ્ય છવાશે અને દીવાળીના તહેવારો આસપાસ ખેડૂતો પણ રવિ પાક માટે કામે લાગશે ત્યારે મચ્છુ 2 ડેમ કે જે છલોછલ ભરેલો છે તેમાંથી નીકળતી કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામમાં જો સિંચાઇ માટે પાણી આપવામાં આવે તો પણ પીવાના પાણીનો પ્રશ્ન આગામી ઉનાળામાં થવાની સંભાવના નહીંવત છે ત્યારે સિંચાઇની ચિંતા કરીને ભારતીય કિસાન સંઘે રવિ પાક માટે પાણી આપવા માગણી કરી છે.

સાથોસાથ ઉમેર્યું હતું કે આ વર્ષે વરસાદની ખુબ અનિશ્ચિતતા રહી અને એ અનિશ્ચિતતાની વચ્ચે જે ખરીફ સિઝનના લાંબા દિવસો સુધી ઉભા રહેતા પાકને તાત્કાલિક પાણીની જરૂર હોય અને રવિ સિઝનની તારીખો પ્રમાણે જે પાણી છોડવામાં છે, તે તારીખોને બદલે હાલમા જો તાત્કાલિક બની શકે તેટલુ ઝડપથી પાણી છોડવામાં આવે, તો હાલમાં ઉભા રહેલા કપાસ અને અન્ય પાકોને ફાયદો થય શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...