મચ્છુ 2 ડેમ માથી નીકળતી મુખ્ય કેનાલ અને તેમાંથી નીકળતી પેટા કેનાલમાં ભારે વરસાદને પગલે મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. મોરબીના બગથળા ગામમાં આવેલ મચ્છુ-2 કેનાલમાં 6500 મી. એ આવેલ સાયફન વરસાદનું પાણી આવતા ધોવાઇ ગયુ હતું. જેથી, કેનાલમાંથી આવતું પાણી આજુ બાજુના ખેતરમાં જાય છે જેથી, વાવેતર કરેલ પાકને નુકશાન થાય છે અને પાક નિષ્ફળ જાય છે. આ બાબત અંગે અનિલભાઈ પી. સરડવા(સિવિલ એન્જીનીયર) એ મચ્છુ-૨ સિંચાઈ વિભાગને અલગ અલગ બે વખત રોજ અરજી કરી હોવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો હલ કરવામાં આવ્યો નથી. આ ચોમાસા દરમિયાન તા.૨૦/૮/૨૦૨૦ ના રોજ કેનાલ પણ તૂટી ગઇ છે. જેથી, આજુ બાજુના ખેતરમાં પાણી ઘૂસતા તમામ પાક નિષ્ફળ ગયો છે. આ બાબતે વહેલામાં વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ જગ્યા પર ચારેય બાજુથી આર.સી.સી.નું બાંધકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.