મોરબી જિલ્લામાં આ વર્ષે બે વાર વરસાદ ખેંચાયો છે અગાઉ જૂન મહિનામાં વરસાદ પડયા બાદ જુલાઈ મહિનામાં પ્રથમ 15 દિવસ વરસાદ ખેંચાયો હતો. જો કે બાદમાં 10 દિવસ વરસાદ પડ્યા બાદ ફરી એક વાર વરસાદ ખેચાતા ખેડૂતોને જાણે પડ્યા પર પાટુ હોય તેવી સ્થિતિ બની છે. હાલ મોટા ભાગના ખેતરમાં ચોમાસુ પાક ઉભો હોય અને 15 દિવસથી વરસાદ ન હોવાથી પાકમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે જેથી પાક સુકાવાની શરૂઆત થઈ ગઇ છે.
ત્યારે આજે મોરબીના કોંગ્રેસ અગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સુરેન્દ્રનગરથી પાણી છોડવા અને હળવદ માળીયા અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં સિંચાઈનું પાણી આપવા રજૂઆત કરી હતી.
આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઈ પારેજીયા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અશોકભાઈ કૈલા, ધર્મેન્દ્રભાઈ વિડજા , વાસુદેવભાઈ, દિપકભાઇ, ઓધાભાઈ,મેહુલ એરવાડીયા, જટુભા ઝાલા, શૈલેષ સંધાણી, અમૃતભાઈ, નયનભાઈ અધારા, મુકેશભાઈ ગામી, કે.ડી.પડસુબીયા, નીમેષભાઈ ગાંભવા, કેશુંભાઈ આમરણ, લલીત કાસુન્દ્ર, અશ્વિન વિડજા, હરેશ શેરસીયા તથા હળવદ, માળીયા, મોરબીના કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.