રજૂઆત:એલ.ઇ.કોલેજની જૂની ઇમારતને હેરિટેજ સાઈટમાં સમાવવા માંગ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના ઔદ્યોગિક મંડળના આગેવાનોની CMને રજૂઆત

મોરબી મુકામે આવેલી લખધીરજી એન્જીનિયરીંગ કોલેજના જૂના અૈતિહાસિક બિલ્ડીંગ કે જે એક વિરાસત છે તેને હેરીટેજ સાઈટ જાહેર કરીને સાચવવાની માંગ સાથે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ તેમજ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જે.જે પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે. મોરબીમાં આવેલી એન્જિનિયરીંગ કોલેજ સમગ્ર દેશની પ્રથમ દસ કોલેજો પૈકીની એક હતી. ૧૯૫૧ની સાલમાં અહીં કોલેજ ચાલુ કરવા માટે તે સમયના મોરબીના મહારાજએ પોતાના જૂના મહેલના તમામ મકાનો દાનમાં આપેલા અને આમ એક વૈભવી અને ઐતિહાસિક મહેલના ઓરડામાં આ કોલેજ ચાલુ કરાવી હતી.

આ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે અને તેમના કેટલાયે ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પણ સેવા આપેલ છે. તેમજ હજુ પણ આ ક્રમ ચાલુ છે. હાલમાં પણ આ કોલેજમાં જુદા જુદા અભ્યાસ ક્રમોમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જર્જરિત હાલતને લીધે હવે આ કોલેજના જૂના ઓરડાઓમાં અભ્યાસનું કામ કરવામાં આવતું નથી. હવેના સમયમાં આવું બિલ્ડીંગ ફરિવાર બનાવવું ખુબ જ કઠિન છે. એટેલે આ કોલેજની ઈમારતો હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવે તે જરૂરી છે.આ કામો માટે ઘણા ઇજનેરો પોતાનાથી થતો ટેકનીકલ સહયોગ આપવા માટે પણ તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...