રજૂઆત:મોરબી-નવલખી હાઇવે ફોરલેનની કામગીરી નવા બજેટમાં સમાવવા માંગ

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના સામાજિક અગ્રણીની સીએમને લેખિત રજૂઆત
  • વર્તમાન ટ્રાફિકની સમસ્યાને લીધે ત્રીજો વૈકલ્પિક માર્ગ જરૂરી

મોરબી–નવલખી ફોરલેન રોડ બનાવવાની વર્ષો જૂની માંગ છે. આ રોડ ઉપર કોલસા અને રેતી ભરેલ ટ્રકની મોટા પાયે અવર જવર રહે છે અને ઓવર સ્પીડ તેમજ ડબલ ટ્રેક રસ્તાના કારણે અહીં અવારનવાર જીવલેણ અકસ્માતો થાય છે. નવલખી બંદર ડેવલપ થઈ રહ્યું છે ત્યારે ભવિષ્યમાં વાહન વ્યવહાર વધશે જ તે ધ્યાને રાખી ફોરલેન રોડ મંજૂર કરવા માટે રજૂઆત કરાઈ છે.

ઉપરાંત નટરાજ ફાટક સામા કાંઠે, મોરબી શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજુર થયો છે. જેને સરકાર દ્વારા અનુમોદન આપી માર્ગ મકાન વિભાગને આગળની કાર્યવાહી માટે જરૂરી આદેશ આપવા તેમજ હળવદ- ટીકર- પલાસવા ફોરલેન આર.સી.સી. રોડ કચ્છમાં પ્રવેશ માટે ત્રીજો વૈકલ્પિક માર્ગ બને તે સરહદી જિલ્લા માટે ખુબ જ જરૂરી છે.

સુરજબારી પુલ ઉપર અવારનવાર કલાકો સુધી ટ્રાફીક જામ થાય છે. તે સમસ્યામાંથી મુકિત મળે તે માટે વહીવટી મંજુરી આપી નાણાં ફાળવવા રજુઆત કરી ટંકારા – થોરીયાળી – લતીપર – નદી ઉપરનો બ્રીજ ગત ચોમાસાનાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલ છે અને રેલીંગ તુટી ગયેલ છે. જેથી લતીપર સાવડી રીસરફેસીંગનો જોબ નંબર ફાળવી તે કામમાં થોરીયાળી લતીપર નદી ઉપરનો બ્રીજનો સમાવેશ કરવા મોરબીના સમાજિક અગ્રણી હસું ગઢવીએ સીએમને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...