વિરોધ પ્રદર્શન:કૃષિ પાક પર પડતર અને નફો ચઢાવી ખરીદ કિંમત નક્કી કરવાની માગણી

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં ભારતીય કિસાન સંઘના ધરણાં
  • પાંચ મામલતદાર અને કલેક્ટર કચેરી સામે ધરણાં, આવેદન આપ્યું

દેશના ખેડૂતોને તેની કૃષિ ઉપજ પર પૂરતા ભાવ ન મળતા હોવાથી તેની હાલત દિવસે દિવસેદેવાદાર અને ગરીબ બની રહ્યો છે ત્યારે ખેડૂતો બાબતે અનેકવાર અલગ અલગ સંગઠન વિરોધ પ્રદર્શન કરતુ રહ્યું છે. જો કે યોગ્ય ઉકેલ આવી રહ્યો નથી ત્યારે મોરબીમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂત આગેવાનોએ જિલ્લા કaલેક્ટર કચેરી ખાતે તેમજ અલગ અલગ તાલુકાની મામલતદાર કચેરીમાં ધરણા કર્યા હતા.ખેડૂતોનો પાક એપીએમસી હોય કે ખાનગી વેપારીઓ દ્વારા જ્યારે પણ પાક ખરીદી માટે ભાવ નક્કી કરવામાં આવે ત્યારે ખેડૂતોને પાક પર પડતર અને નફો ચઢાવી ભાવ નક્કી કરવામાં આવે તેવી માગણી કરી હતી.

સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ કરે અને તેના યોગ્ય અમલીકરણ માટે પ્રકિયા જણાવવામાં આવે તેમ ભારતીય કિસાન સંઘના મોરબીના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું. ખેડૂતો આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત સરકાર ત્રણ કૃષિ કાયદા લાવી તે સમયે ખેડૂતોનો વિરોધ થયો હતો આ વખતે જરૂર પડ્યે ચોથો કાયદો લાવી ખેડૂતોના હિત જળવાઈ તેવા પગલા લેવા પણ માંગણી કરી હતી. જોકે ત્રણ કૃષિ કાયદા પરત લેવાતા સીમાંત ખેડૂતોની આશા પર પાણી ફરી વળી હતી. મોરબીમાં ખેડૂતોની માંગણીન ધ્યાને લઈ આજે કિસાન સંઘે રાજ્યપાલને લખી આવેદન આપી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...