માંગણી:મોરબીના પ્રેમજીનગર પાસે સ્ટ્રીટલાઈટ ફીટ કરવા માગ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઇવે નમ્બર 27 પર વાંકાનેર મોરબી વચ્ચે આવેલા મકનસર ગામથી પ્રેમજી નગર ગામ પાસે વળાંક આવેલો હોય તેમજ હાઇવેની બન્ને સાઈડ માનવ વસાહત રહેતી હોય આ વિસ્તારમાં અંધારાના કારણે અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહયા છે.

જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકાવવા વહેલી તકે સ્ટ્રીટલાઈટ ફીટ કરવી જરૂરી છે. જેથી આ અંગે મકનસરના પૂર્વ સરપંચ રમેશ સોલંકીએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ રજૂઆત કરી વહેલી તકે નેશનલ હાઇવે પર પોલીસ હેડક્વાર્ટરની જગ્યાથી મકનસર ગામ સુધી જ્યાં પણ માનવ વસાહત છે ત્યાં સ્ટ્રીટલાઈટ ફિટ કરવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...