તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મચ્છુ નદીમાં રિવરફ્રન્ટની સુવિધા વહેલી આપવા માંગ

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ પૂર્વે બજેટમાં જાહેરાત કરી હતી

ઔધોગિક રીતે ઝડપથી વિકસિત શહેર મોરબીમા લોકો બે ઘડી નવરાશનો સમય ફરી શકે તેવી શહેરમાં સુવિધાઓનો મોટો અભાવ છે.ખાસ કરીને બાગ બગીચા ઓછા હોય અને મોરબીવાસીઓને હરવા ફરવા માટે છેક બહારગામ સુધી લાબવું પડે છે ત્યારે ઘર આંગણે પણ લોકોને ફરવા ફરવાની ખાસ સુવિધાઓ મળી શકે તેમ છે.જેમાં મચ્છુ નદી ઉપર સામાકાંઠે રિવર ફ્રન્ટ બનાવવા આવે તો મોરબજવાસીઓને ઘણો જ ફાયદો થાય એમ છે.

આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરી રિવરફ્રન્ટની સુવિધા આપવા લેખિત રજુઆત કરી છે.મોરબી પાલિકા દ્વારા. મહાપ્રભુજી બેઠક પાસે આ અંગે અગાઉ બે કરતા વધુ વખત બજેટમાં જાહેરાત કરી હતી જોકે તેની અમલવારી કરવામાં પાલિકા પાછી પડી છે આજદિન સુધીમાં સૂચિત જગ્યા પર હજુ સુધી એક ઇટ પણ મુકવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...