તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોરબીમાં રિંગ રોડ તેમજ મચ્છુ નદી પર ચાર બેઠા પુલ બનાવવા માગણી

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના શહેરીજનો ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે. તેનાં નિરાકરણ માટે સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સુઆયોજીત પ્લાનિંગ સાથે અમલવારી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને મોરબી નગર ફરતો રીંગ રોડ બનાવવા, મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવા સહિતના સુચનોનું અમલીકરણ કરવા માંગ કરી છે.

શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં, ઔદ્યોગિક ઝોન વિસ્તારમાં થઈ રહેલા વિકાસના કારણે સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ઉપરાંત મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવા જેમાં જુના સ્મશાનથી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ. ભડીયાદ રોડ થી લીલાપર રોડ, નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાને લગતાં પ્રોજેકટ પૂર્ણ કરવા, ઓવરબ્રીજ નવા બનાવવા જેમાં નટરાજ ફાટક વાઘજી બાપુના બાવલા પાસે, ઉમીયા સર્કલ ઓવરબ્રીજ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...