રજૂઆત:માળિયાની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂક કરવા માંગ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયમી ડોક્ટર ન હોવાથી અનેક દર્દીને મોરબી અને રાજકોટ જવું પડે છે

માળિયામાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની કાયમી નિમણુક કરાય તેવી માંગ સાથે રાજ્યના નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે મોરબી જિલ્લાનાં પછાત તાલુકામાં શિક્ષણ આરોગ્ય પાણી રોડ રસ્તા તમામ બાબતોમાં તંત્ર અને સરકારની આંખ આડા કાન કરવાની વર્ષો જૂની નીતિમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ખાસ કરીને માળિયા શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ છે અહીં આવેલી સરકારી કચેરીઓ, હોસ્પિટલ, શાળાઓ તેમજ તમામ લોકોની રોજિંદી જિંદગી સાથે જોડાયેલી કચેરીઓમાં સ્ટાફની ઘટ્ટ છે તેમજ સાધનો પણ અપૂરતા છે.

માળિયા (મી.) ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં કોઈ કાયમી ડોક્ટર નથી. ડોક્ટર ન હોવાના કારણે ઘણા દર્દીઓને સારવાર માટે મોરબી શહેર અથવા રાજકોટ સિવિલ જવું પડે છે. ખાસ કરીને સગર્ભા મહિલાને પ્રસુતિ સમયે પણ મોરબી સિવિલમાં રવાના કરવામાં આવે છે. આવા સમયમાં જો કોઈ પ્રસુતાને તકલીફ હોય અને જો તાત્કાલિક સારવારની જરૂર હોય અને મોરબી જવું પડે છે રસ્તામાં કોઈ તકલીફ થાય તે નવજાત શિશુ તેમજ પ્રસુતાના જીવને જોખમ થાય અને તેના જાન પણ જવાની શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત ઇમરજન્સી સારવાર સમયે પણ કાયમી ડોક્ટરના અભાવે તાત્કાલીક મોરબી અને રાજકોટ સિવિલ સુધી દર્દી અને તેના સગાને ધક્કો થતો હોય છે. જેથી માળિયાની રેફરલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણુક કરવા યોગ્ય કરવા માંગ ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો દ્વારા નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી છે.

અન્ય સમાચારો પણ છે...