તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બગસરામાં રેશનિંગનો જથ્થો ન આપનાર સામે કાર્યવાહીની માંગ

માળીયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બગસરા ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

માળીયાના બગસરા ગામના લોકોનો લક્ષ્મીવાસ ગામની સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનો જથ્થો આપવામાં આવે છે.પણ ગત જાન્યુઆરી માસનો બગસરા ગામ લોકોને રેશનિંગનો જથ્થો મળ્યો નથી. ભાવપરથી બગસરા ગામને રેશનિંગનો જથ્થો આપવાની વારંવાર રજુઆત છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે રેશનિંગનો જથ્થો ન આપનાર સામે કાર્યવાહીની માંગ કરી છે.

સરકાર દ્વારા અપાતુ સસ્તા અનાજ ગત જાન્યુઆરી માસનું મળ્યું નથી. મોરબી જીલ્લાના માળિયા(મિ.) તાલુકાના બગસરા ગામ પછાત સમુદાયનું હોય અને છેવાડાનું ગામ હોય અગાઉ મામલતદારને ગામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું તથા ગ્રામ પંચાયતના ઠરાવની રજુઆત અને ભાવપર ગામે સંસ્તા અનાજની દુકાન સાથે જોડી અનાજ આપવાની રુજુઆત કરી હોવા છતાં લક્ષ્મીવાસ ગામની સસ્તા અનાજની દુકાનેથી બગસરા ગામને અનાજ આપવામાં આવે છે.અગાઉની રજુઆતને પગલે અસરથી સરકાર તરફથી માત્ર ને માત્ર બીમાર સબબ ઓપચારીક ડીપો ટ્રાન્સફર કરી આપવામાં આવ્યું હતું કોઇ કડક કાર્યવાહી કરાઈ ન હતી.

ગ્રામ પંચાયત વતી લક્ષ્મીવાસ ડેપોને સીલ લાગી જાય અને બીજી વખત આવી ઘટના ન બને તેવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેમજ બગસરાથી લક્ષ્મીવાસ ગામ દૂર થતું હોય અને ભાવપર ગામ નજીક થતું હોય તેથી બગસરા ગામને ભાવપર ગામ સાથે જોડી ત્યાંની સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનો જથ્થો આપવાની રજુઆત કરી હતી.તેમજ ગત જાન્યુઆરી-૨૦૨૧ ના માસનું બગસરા ગામ લોકોને લક્ષ્મીવાસ ગામેથી અનાજ મળ્યું નથી. લક્ષ્મીવાસ ડેપો દ્વારા અગાઉ અનાજ પુરૂ આપ્યું નથી અને પૈસા ૮ ગણા લીધા હોવાના આક્ષેપ સાથે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો