તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટે સબક શીખવ્યો:નકલી રેમડેસિવિર કેસમાં આરોપીના જામીન રદ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સાથે ચેડાં કરનારને કોર્ટે સબક શીખવ્યો

કોરોનાની બીજી લહેરમાં જ્યારે રેમડેસિવિર ઇંજેક્શનની અછત હતી તે સમયે મોરબી નજીકથી પોલીસે બે આરોપીને નકલી રેમડેસિવિરનું વેચાણ કરતા ઝડપી લીધા હતા આ બન્નેની પૂછપરછ કરતા આ કૌભાંડ રાજયવ્યાપી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં ઝડપાયેલા પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન અરજી કરી હતી. જો કે કોર્ટે જામીન રદ કર્યા હતા.

મોરબીમાં રેમડેસિવિર ઈન્જેક્શનના નામે મીઠું અને ગ્લુકોઝના મિશ્રણવાળા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન રૂપિયા છ-છ હજારમાં વેચી જનઆરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું પોલીસને જાણ થતાં તેઓએ વોચ ગોઠવી રાહુલ કોટેચાને પોલીસે ડમી ગ્રાહક મોકલી 41 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 1.80 લાખ સાથે ઝડપી લઈ રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડી બાદમાં ડઝનથી વધુ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કૌભાંડમાં ઝડપાયેલા પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલે મેજિસ્ટ્રેટ સમક્ષ દલીલો કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજૂર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...