ઝૂલતા પુલની દુર્ઘટના:મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેક્ટર દ્વારા બદનક્ષીની ફરિયાદ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હોય જે મુલાકાતમાં વડાપ્રધાનના ખર્ચની વિગતો આરટીઆઈથી સામે આવી હોવાનું જણાવીને ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેને પગલે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી છે. તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પીએમ નરેન્દ્ર મોદી ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ મોરબી આવ્યા હતા. જ્યાં તેઓએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લેવા ઉપરાંત અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. જે મુલાકાત મામલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી મુજબ પીએમ મોદીની મુલાકાતમાં 30 કરોડથી વધુનો ખર્ચ થયો છે તેવું લખવામાં આવ્યું હતું. જે પોસ્ટને કારણે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.

સોશ્યલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં પીએમની મુલાકાત સમયે રૂ.30 કરોડનો ખર્ચ થયાનું જણાવ્યું છે અને આ માહિતી આરટીઆઈ મારફત વિગતો સામે આવી હોવાનું લખવામાં આવ્યું હતું. જોકે આવી કોઈ આરટીઆઈ હેઠળ તંત્ર પાસેથી વિગતો માંગેલ ના હોય અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી ના હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જેથી તંત્ર અને સરકારની બદનામી થઇ હોવાથી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...