અકસ્માત દરમિયાન મૃત્યુ આંક વધ્યો:મોરબીમાં બે વર્ષમાં માર્ગ અકસ્માત દરમિયાન મૃત્યુ આંક વધ્યો, જાગૃતિનો અભાવ કે સાવચેતી પ્રત્યે દુર્લક્ષતા?

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં દિન પ્રતિ-દિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં છાશવારે માનવ જિંદગી હોમાઈ રહી છે. હજુ એક અકસ્માતની શાહી સુકાતી નથી ત્યાં 24 કલાકમાં બીજા અકસ્માતની ઘટના સામે આવે છે. માત્ર વર્ષ 2021 અને 2022ના આંકડાઓ ચકાસતા સામે આવ્યું છે કે બે વર્ષમાં માર્ગ અકસ્માત દરમિયાન મૃત્યુ આંક વધી રહ્યો છે.

2021માં જાન્યુઆરી માસમાં 28 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા, 18 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. જ્યારે 17 લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. તેની સરખામણીમાં 2022માં 24 લોકોના મોત થયા હતા, 11 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. એ જ પ્રકારે ફેબ્રુઆરી માસની વાત કરીએ તો વર્ષ 2021માં 15 લોકોના મોત થયા હતા, 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. તેની સરખામણીમાં 2022માં 18 લોકોના મોત થયા હતા, 16 લોકો ગંભીર રીતે ઇજા પામ્યા હતા, અને 5 લોકો ઘાયલ થયા હતા.

એજ પ્રકારે માર્ચ મહિનાની વાત કરીએ તો 2021માં 18 લોકોના મોત થયા હતા, 9 લોકો ગંભીર રીતે ઈજાઓ પામ્યા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. તેની સાપેક્ષમાં 2022માં 13 લોકોના મોત થયા હતા, 14 લોકો ગંભીર રીતે ઇજા પામ્યા હતા, અને 7 લોકો ઘાયલ થયા હતા. એપ્રિલ માસમાં વર્ષ 2021માં 18 લોકોના મોત થયા હતા, 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, અને 2 લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2022માં એપ્રિલ માસમાં 24 લોકોના મોત થયા હતા, 8 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા, અને 6 લોકો ઘાયલ થયા હતા. 2021ના મે માસમાં 17 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા, જ્યારે 10 લોકો માર્ગ અકસ્માતમાં ઇજા પામ્યા હતા, અને 13 લોકો ઘવાયા હતા. જ્યારે મે માસ દરમિયાન 2022માં 24 લોકોના મોત થયા હતા, 9 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા, અને 10 લોકો ઘાયલ થયા હતા.

આમ 2021માં કુલ 220 લોકોના મોત થયા, 171 લોકો ગંભીર ઇજાઓ પામ્યા અને 94 લોકો ઘાયલ થયા તેની સરખામણીમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માત દરમિયાન 235 લોકોએ પોતાની જિંદગી માર્ગ અકસ્માતમાં જિંદગી ગુમાવી હતી. જ્યારે 141 લોકો ગંભીર ઇજાઓ પામ્યા અને 100 લોકો ઘાયલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...