ચોરની શંકાએ યુવકની હત્યા:મોરબીમાં ચોર સમજી માર મારતા અજાણ્યા યુવાનનું મોત, પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધ્યો

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલ બેલા ગામની સીમમાં કારખાનામાં ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખી ટોળાએ યુવાનને માર મારતા મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પીએસઆઈ ડી વી ડાંગરે ફરિયાદી બની તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં હત્યાના બનાવ મામલે આરોપી રાજપાલસિંગ રામનાથસિંગ રાજપૂત, રમેશ પ્યારજી સવંધીયા, હરિરામ મલમ રજક, મોહન ઉર્ફે છોટુ લક્ષ્મણ કુશવાહા રહે બધા બેલા સીમ મફત મિનરલ કારખાના લેબર ક્વાર્ટર તેમજ રવિ રમેશ કાવર રહે હરિઓમ પાર્ક ઘૂટું રોડ મોરબી, વિનોદ ઉર્ફે વીકી કરશન આમેસડા રહે હાલ મકનસર તા. મોરબી મૂળ માલ્ગામ તા. કોડીનાર અને ગણપત રતિલાલ કાવર રહે બેલા સીમ મફત મિનરલ કારખાના લેબર કવાર્ટર એમ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જે બનાવમાં અજાણ્યો યુવાન આશરે 30થી 35 વર્ષ વાળો કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાનું માની તમામ આરોપીઓએ સમાન ઉદેશ પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ધોકા જેવા હથિયાર વડે માર મારતા ગંભીર ઈજા પહોંચતા અજાણ્યા યુવાનનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે હત્યાના બનાવ મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...