મોરબીના લીલાપર નજીક વરિયા ટાઈલસ ફેકટરીના ક્વાર્ટરમાં રહેતો અને તીર્થક પેપરમિલમાં કામ કરતો અજય મનસુખભાઇ બાવડીયા પેપરમિલના લોડરમાં કામ કરતી વખતે પટ્ટામાં આવી જતા મોત થયું હતું. પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અન્ય એક બનાવમાં મોરબી તાલુકાના પાનેલી ગામમાં રહેતા રૂડાભાઇ અરજણભાઇ ટીડાણી નામના 50 વર્ષીય આધેડ કોઈ કારણસર ગામના તળાવમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત નિપજયું હતું.બનાવ બાદ આધેડને પીએમ મમાટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.મોરબીના રોહિદાસપરામાં વિજયનગરમાં રહેતા વિનોદભાઇ ઉર્ફે અનીલ પ્રેમજીભાઇ પરમાર નામના યુવાનને છેલ્લા બે-ત્રણ માસથી પેટમાં તથા માથામાં દુ:ખાવો થતો હોય જેની દવા લેવા છતાં પેટનો દુ:ખાવો બંધ થતો ન હતો અને તેને છેલ્લા પંદરેક દિવસથી પેટમાં વધારે દુ:ખાવો થતો હોય કંટાળી જઇ ગત તા.6 જુલાઈના રોજ એસીડ પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ નિપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.