તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલિકોની બેજવાબદારી:10મા માળે પ્લાસ્ટર કરતી વખતે નીચે પટકાતાં મજૂરનું મોત

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના રવાપર ગામે બનાવ બન્યો
  • ઝૂલો તૂટતાં બેલેન્સ ગયું અને જિંદગી છીનવાઇ

મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી અકસ્માતે પડવા, વાગવાથી કે ધૂળ કે માટી તળે દટાઇ જવાથી મોતના કિસ્સાઓમાં અચાનક જ અનેકગણો ઉછાળો આવ્યો છે. જેમાં ક્યાંકને ક્યાંક માલિકોની બેજવાબદારી અને કામકાજના સ્થળે સુરક્ષાના અપુરતા સાધનોની બેદરકારી સામે આવી છે. ત્યારે જિલ્લાના રવાપર ગામે એક એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા પ્લાસ્ટરના કામ વખતે અચાનક ઝૂલો તૂટી પડ્યો હતો અને મજૂર સીધો નીચે પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

મોરબીના રવાપર ગામમાં આવેલ રામકો બંગલો પાસે એક એપાર્ટમેન્ટમાં પ્લાસ્ટરનું કામ ચાલતું હતું તે દરમિયાન એક મજૂર અકસ્માતે 10 માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. બનાવ અંગે બી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબીમાં મજૂરી કામ માટે આવતા મજૂરની સુરક્ષા બાબતમાં ગંભીર બેદરકારી દાખવામાં આવતી હોવાથી મજૂરના ભોગ લેવાઇ રહ્યા છે. મોરબીમાં રવાપર રોડ પર રામકો બંગલો સામે ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટમા પ્લાસ્ટરનું કામ ચાલતું હતું દરમિયાન દસમાં માળે પીરારામ અમરારામ જાટ પ્લાસ્ટરનુ કામ કરતા હતા. ત્યારે કોઈ કારણસર ઝુલો તુટી જતા તે નીચે પટકાયો હતો અને નીચે પડી જતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...