મોરબી તાલુકાના ચકમપર ગામ નજીકથી પસાર થતી પાણીની કેનાલમાં કોઈ કારણસર એક યુવક પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને મૃતદેહ સિવિલ હોસ્પીટલ ખસેડ્યો હતો.
જ્યાં ડોકટરે યુવકને મૃત જાહેર કરી પીએમ કામગીરી હાથ ધરી હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે યુવકનું મોત અકસ્માતે ડૂબી જતાં થયું હતું કે કોઇ કારણોસર તેણે પાણીમાં ઝંપલાવીને મોત માગી લીધું હશે એ મુદે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.
બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના ચકમપર ગામ રહેતા અને ખેત મજુરી કરતો નરવતભાઇ લખમણભાઇ નાયક નામનો 29 વર્ષીય યુવક ચકમપર ગામની સીમમાં આવેલ કેનાલમાં કોઈ કારણોસર પડી ગયો હતો અને પાણીની કેનાલ ડૂબી ગયા હતા. જેને પગલે નરવતભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ યુવક અહીંથી પસાર થતો હતો ત્યારે અકસ્માતે ખાબક્યો કે પછી જાણી જોઇને ઝંપલાવ્યું તે તપાસમાં ખુલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.