3 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી:હળવદના ટીકર ગામે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા; મોરબીમાં દંપતિ સાથે 90 હજારની ઓનલાઇન છેતરપીંડી

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક દંપતિની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક દંપતિની ફાઈલ તસવીર

હળવદના ટીકર ગામની સીમમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો ધટનાની જાણ થતા જ ગામના આગેવાનો અને હળવદ પોલીસની ટીમ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા. અન્યો કિસ્સામાં મોરબીના યુવાનને ઓનલાઈન કુરિયરના નામે ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવી બાદમાં ઓનલાઈન ફ્રોડ કરી 90 હજારથી વધુની રકમ યુવાન અને તેની પત્નીના ખાતામાંથી વાપરી ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મળતી માહિતી મુજબ હળવદના ટીકર ગામની સીમમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ધટનાની જાણ થતા હળવદ પોલીસ અને ગામના આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો બંને મૃતક પતિ-પત્ની હોય નામ સરોજબેન શૈલેશભાઈ સુરાણી (ઉં.વ.32) અને શૈલેશભાઈ નાગરભાઈ સુરાણી (ઉં.વ.32) હોવાનું ખુલ્યું હતું. બંનેના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતક ટીકર ગામની સીમમાં રહીને મજુરી કામ કરતા હોય અને મૂળ બુટાવાડા ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

પતિ-પત્નીના મોતથી ત્રણ બાળકો નોધારા બન્યા
બનાવ અંગે હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. કિરીટસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, મૃતકને સંતાનમાં 3 બાળકો છે. જેમાં 2 દિકરા અને 1 દીકરી હોવાની માહિતી મળી હતી. બનેના મૃત્યુ કેવી રીતે થયા તે જાણી શકાયું નથી. પણ સ્થાનિકો અને પોલીસ દ્વારા આપધાતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જોકે બનાવ અંગે સાચું કારણ પોલીસની વધુ તપાસ અને રીપોર્ટ બાદ જ જાણી શકાશે. આ અકાળે પતિ-પત્નીના મોતથી ત્રણ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

ઘટનાઃ 2 મોરબીના દંપતિ સાથે 90 હજારની છેતરપીંડી
મોરબીના એસપી રોડ પર રહેતા મનોજભાઈ કગથરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, જુન 2022ના મહિનામાં તેમને રવાપર રોડ પર સ્લિક સજાવટ નામની સોફા પડદા વેપારની દુકાન ખોલી હતી. જે વ્યવસાય માટે એચડીએફસી બેંકમાં ખાતું હતું અને બેંક ઓફ બરોડા બેંકમાં સેવિંગ ખાતું હતુ. પરંતુ વ્યવસાય માટે કરંટ એકાઉન્ટની જરૂરત હોવાથી તા.20/06/2022ના રોજ રવાપર રોડ પરની એચડીએફસી બેંકમાં ડોક્યુમેન્ટ આપી ખાતું ખોલાવવા એપ્લાય કરી હતી. જેની વેલકમ કીટ તા.25/06/22ના રોજ બ્લુડાર્ટ કુરિયરમાં આવી હતી, જેનો મેસેજ મોબાઈલમાં આવ્યો હતો. જે મેસેજ ભૂલથી ડીલીટ થઇ જતા મોબાઈલમાં બ્લુ ડાર્ટ કુરિયર મોરબી સાઈટ પર ઓનલાઈન સર્ચ કરતા બે મોબાઈલ નંબર મળ્યા હતા. જેના પર વાત કરતા હિન્દી ભાષામાં બ્લુડાર્ટ કુરિયરમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી. જેથી યુવાને તેને વેલકમ કીટ અને ડોકો નંબર ભૂલાય ગયા અંગે જણાવ્યું હતું.

એક બાદ એક ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા
​​​​​​​
જેથી મોબાઈલ નંબરથી ત્રણ લીંક આવેલ અને અન્ય નંબર પરથી એક લીંક આવી હતી. જેમાં રૂ.02નું ટ્રાન્ઝેકશન કરતા ફેલ થયું હતું. જેથી તેઓએ ફરીથી વિગત ભરી ટ્રાન્ઝેકશન કરવા કહ્યું હતું અને તે કરતા બાદમાં ફરિયાદીના HDFC બેંક અને બીઓબીમાંથી તેમજ પત્નીના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા કપાવા લાગ્યા હતા. જેમાં બેંક ખાતામાંથી રૂ.9,999 બાદમાં 21,048 તથા 2,450 બીજા વ્યવહારોમાં રૂ.34,915 તથા અન્યમાં રૂ.10,000 મળીને યુવાનના બે બેંક ખાતામાંથી રૂ.44,915 અને પત્નીના ખાતામાંથી રૂ.10,000, બાદમાં રૂ,23,028, તેમજ રૂ.12,369 મળીને કુલ રૂ.45,397 કપાઈ ગયા હતા.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આમ યુવાન અને તેની પત્નીના ખાતામાંથી કુલ રૂ.90,312 ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોબાઈલ નંબર 88269 55122, 98303 03232નો ધારક જેને ટ્રાન્ઝેકશન લીંક મોકલી હતી. તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...