તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Dazela Was Bringing Home Her Son's Treatment Was Not Successful And The Ambulance Returning Home From Ahmedabad To Mandvi Near Dhanala In Halwad Crashed Into The Wrong Side Of The Ambulance Divider And Rescued The Patient.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન રક્ષક સેવા બની કાળ:દાઝેલા પુત્રની સારવાર સફળ ન થતાં ઘરે લાવી રહ્યા હતા અને દુર્ઘટના નડી, હળવદના ધનાળા પાસે અમદાવાદથી માંડવી ઘરે પરત જતી એમ્બ્યુલન્સ ડિવાઇડર કુદાવી રોંગ સાઈડમાં ધસી ગઈ, દર્દીનો બચાવ

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
એમ્બ્યુલન્સ ચાલકે કાબૂ ગુમાવ્યો અને વાન ડિવાઇડર કૂદી પલટી ગઇ, અકસ્માતની જાણ થતા મોડી રાત્રે હળવદ પોલીસ સહિતનો સ્ટાફ ધસી ગયો હતો. - Divya Bhaskar
એમ્બ્યુલન્સ ચાલકે કાબૂ ગુમાવ્યો અને વાન ડિવાઇડર કૂદી પલટી ગઇ, અકસ્માતની જાણ થતા મોડી રાત્રે હળવદ પોલીસ સહિતનો સ્ટાફ ધસી ગયો હતો.
 • માંડવીના ઉનઠડાનો શ્યામ અમદાવાદ ખસેડાયો હતો, પિતા, દાદા અને મામા અનંતની વાટે ચાલી નીકળ્યા

શુક્રવારે મોડી રાત્રે અમદાવાદથી એક એમ્બ્યુલન્સ માંડવીના કચ્છ તરફ જતી હતી તે દરમિયાન હળવદના ધનાળા પાસે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઇડર કુદાવી રોંગસાઈડમાં ધસી જઇ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી.ઘટનામાં પિતા પુત્ર તેમજ અન્ય એક સંબંધીને ગંભીર ઇજા પહોચતા તેમના મોત નિપજ્યા હતા જ્યારે ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ હળવદ હોસ્પિટલમાં બાદ અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

જે દર્દીને લઈ એમ્બ્યુલન્સ જતી હતી તેનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે હળવદ પોલીસ અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી માહીતી મુજબ માંડવીના ઉનડઠા ગામના 14 વર્ષીય શ્યામ વાલજીભાઈ ગઢવી નામનો સગીર 28 નવેમ્બરના રોજ વાડીએ ગયો હતો અને વાડી પરથી પસાર થતી પવનચકકીના ખુલ્લા વીજ વાયરમાંથી કરંટ લાગતા સગીર ગંભીર રીતે દાઝી ગયો હતો, જે બાદ તેને માંડવી સિવિલ હોસ્પિટલમાં બાદમાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો.

જો કે અમદાવાદમાં પણ સારવાર કારગત ન નીવડતી હોવાથી એમ્બ્યુલન્સમાં બાળકના પિતા, દાદા અને મામા અને અન્ય સબંધીઓ પરત લાવી રહ્યા હતા તે દરમિયાન હળવદના ધનાળા પાસે શુક્રવારે રાત્રીના સમયે અચાનક ચાલક પિન્ટુભાઈએ કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કુદાવી ધડાકાભેર રોંગ સાઈડમાં ઘુસી જઈ પલટી મારી ગઈ હતી.ઘટનામાં સગીર શ્યામના પિતા વાલજીભાઈ કાનીયાભાઈ ગઢવી(ઉ.વ.40) દાદા કાનીયાભાઈ પબુભાઈ ગઢવી (ઉં.વ61) તેમજ તેના મામા વસંતભાઈ હરિભાઈ ગઢવી(ઉ.વ.25)ને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યા હતા જ્યારે એમ્બ્યુલન્સ ચાલક પિન્ટુભાઈ કાનજીભાઈ અને રામભાઈ નારાયણભાઈ ગઢવીને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

9માં ધોરણમાં ભણતો શ્યામ વાડીએ ગયો અને દાઝયો હતો
9માં ધોરણમાં ભણતો શ્યામ ગત 28 મીના રોજ વાડીએ ગયો હતો. વાડી ઉપરથી પસાર થતા પવનચક્કીના ખુલ્લા વાયરમાંથી કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા અમદાવાદ સારવાર ખસેડાયો હતો. અકસ્માતમાં તેનો આબાદ બચાવ થયો હતો પણ આ દુર્ઘટનાએ તેના પિતા, દાદા અને મામાને છીનવી લીધા હતા.

માંડવી સારવાર લેશું તો હેરાન નહીં થાય, તે વિચારી પરત લાવતા હતા
ગંભીર રીતે દાઝેલા સગીરને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામા આવ્યો હતો. જો કે પરિવારજનોએ અમદાવાદના બદલે માંડવીમાં જઈ સારવાર લેવાનું વિચાર્યું જેથી અજાણ્યા શહેરમાં હેરાનગતિ ન થાય. જો કે આ નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થયો અને ત્રણ લોકોના જીવ છીનવી લીધા હતા. જેને રામ રાખે તેને કોણ ચાખે? એ ઉક્તિ અહીં સાચી ઠરી હતી અને શ્યામનો જીવ બચી ગયો, જ્યારે સાજા, સારા ચાલતા થઇ ગયા!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો