દર્શન:મોરબીના જલિયાણેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગના દર્શન યોજાયા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણના પ્રથમ સોમવારે જલારામધામ સ્થિત મંદિરે ભાવિકોનો પ્રવાહ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મંદિર મુકામે પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફ ના શિવલીંગના દર્શનનુ આયોજન કરાયું હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વ્યવસ્થા કરવામા આવી છે.

આ તકે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનું અનેરુ આયોજન કરાયું છે.

ધોરાજીમાં લઘુરુદ્ર અનુષ્ઠાન શરૂ
ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે દિગંબર લાલુ ગીરીજી મહારાજ ના પાવન સાનિધ્યમાં 45 દિવસ શ્રાવણ માસનો પંદર દિવસ અગાઉ પ્રારંભ થઈ ચૂક્યો છે અને લઘુરૂદ્રી અનુષ્ઠાન શરૂ થયા છે. શહેરના શિવાલયો ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...