તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મોરબીના લીલાપર રોડ ઉપર ખોદેલા ખાડા જોખમી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકોને ફરીને જવું પડતું હોવાથી હાલાકી

મોરબીના લીલાપર રોડ ઉપર રોડના કામ માટે ખોદેલો ખાડો જોખમી બન્યો છે. જેથી, આ ખાડામાં વાહનચાલકો ફસાઈ જાય છે. તેમજ વાહનચાલકોને ફરી-ફરીને જવું પડતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે.મોરબીના લીલાપર રોડ ઉપર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડના કામ માટે ખાડો ખોદીને પાઇપલાઇન નાખવામાં આવી છે. આ ખાડામાં પાઇપલાઇન નાખી હોય અને યોગ્ય સમારકામ કર્યું ન હોવાથી ત્યાંથી કોઈ પણ એક જ વાહન નીકળી શકે તેવી સ્થિતિ છે.

આથી, અવારનવાર વાહનચાલકો ત્યાં ફસાઈ જાય છે. કેટલાક લોકોને છેક રવાપર ગામ સુધી ધક્કો થાય છે. કારણ કે સિટીમાં આવવા માટે લીલાપર રસ્તો મુખ્ય હોય પણ ત્યાં રોડના કામને કારણે વાહનો નીકળી ન શકતા લોકોને છેક રવાપર સુધી ફરી-ફરીને જવું પડે છે. તેથી, લોકોને ભારે હાલાકી પડતી હોય સંબધિત તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો