તાઉતે વાવાઝોડું:મોરબી જિલ્લામાં તાઉતેનો ખતરો ટળ્યો,  જિલ્લામાં 30 વીજપોલ, 5 મોટા વૃક્ષ ધરાશાયી

મોરબી/ધોરાજી/ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના નેશનલ હાઇવે પર અનેક વિસ્તારમાં હોર્ડીંગ પડી ભાંગ્યો સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્રને રાહત. - Divya Bhaskar
મોરબીના નેશનલ હાઇવે પર અનેક વિસ્તારમાં હોર્ડીંગ પડી ભાંગ્યો સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્રને રાહત.
  • તોફાની પવન સાથે અડધાથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકેલા તાઉતે મોરબી જિલ્લામાંથી પસાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જો કે મોરબી જિલ્લામાં પસાર થાય તે પહેલાં જ બોટાદ અને અમદાવાદ તરફ પસાર થઈ જતા મોરબી જિલ્લામાંથી મોટો ખતરો ટળી ગયો હતો. જો કે સોમવારે રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.અને મંગળવારે બપોર સુધી પવન સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. તો વાંકાનેરના તાલુકાના છેવાડાના વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઇ હતી અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી બન્યા
અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી બન્યા

જોકે સૌથી અગત્યની વાત એ રહી કે માળિયા તાલુકામાં સૌથી વધુ અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ શહેર અને આસપાસના વિસ્તારોમાં કોઇ ગંભીર અસર જોવા મળી ન હતી. જિલ્લામાં સોમવાર રાતથી લઈ મંગળવાર સુધીમાં મોરબી જિલ્લામાં 8 મીમીથી લઈ 43 મીમી સુધી વરસાદ પડયો હતો.તાલુકામાં જોઈએ તો મોરબી 28 એમએમ, વાંકાનેર 20 એમએમ, હળવદ 43 એમએમ,ટંકારા 31 એમએમ,માળિયા 8 એમએમ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ભારે પવન વરસાદના પગલે 30 વિજપોલ જ્યારે 5 વૃક્ષ ધરાશાયી થયા હતા.

રેલવેના ફાટકનો પોલ
રેલવેના ફાટકનો પોલ

સેવાભાવી સંસ્થાઓ મેદાનમાં આવી
મોરબીમાં અલગ અલગ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે મોકલ્યા હતા. આવા લોકોને ભોજન રહી તે માટે ઘણી સંસ્થા પ્રયાસ કરી રહી છે ત્યારે જયદીપ ગ્રુપ એન્ડ કંપની, તેમજ જલારામ મંદીર સેવા દ્વારા 850 લોકોને નાસ્તો અને જમવાનું આપ્યુ હતું. આ ઉપરાંત સતવારા સમાજ આગેવાનો, શ્રી રામ ગ્રુપ,દ્વારા સલામત સ્થળે રાખેલ લોકોને જમણવાર કરાવ્યુ હતું.આ ઉપરાંત અનેક નામી અનામી લોકોએ ગરીબ લોકોને ભોજન આપ્યું હતું.

વીરપુરમાં મુખ્ય બજારમાં તડકાથી બચવા લગાવેલા ચાંદરડાના લીરેલીરા ઉડી ગયા
વીરપુરમાં મુખ્ય બજારમાં તડકાથી બચવા લગાવેલા ચાંદરડાના લીરેલીરા ઉડી ગયા

500 સિરામિક યુનિટ બંધ
મોરબી જિલ્લામાં તોઉતે વાવાઝોડાની અસરને પગલે ભારે પવન ફૂંકાતા સિરામિક પ્લાન્ટમાં નુકશાની ન થાય તેમજ મજુરને પણ કોઇ ઇજા ન પહોંચે તે હેતુથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કરાયેલી અપીલને પગલે 500 જેટલા સિરામિક યુનિટ દ્વારા પ્રોડક્શન બંધ કરી દીધું હતું. હાલ કોરોના લોકડાઉન પગલે તીવ્ર મંદીનો માર ઝીલી રહેલા આ ઉદ્યોગમાંથી બંધ કરવામા આવેલા ઘણા બધા કારખાનાઓ થોડો સમય ચાલુ નહિ કરાય તેવું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

અસંખ્ય અડગ વીજપોલ સાષ્ટાંગ નમી ગયા
અસંખ્ય અડગ વીજપોલ સાષ્ટાંગ નમી ગયા

પાણી ભરાઈ જતા સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ બંધ
મોરબી જિલ્લામાં વાવાઝોડા ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. જ્યારે સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં પાણી ભરાતા શોર્ટ સર્કિટ થવાથી આ લિફ્ટ બંધ થઈ ગઈ છે. લિફ્ટ બંધ થતાં ઇમરજન્સી દર્દીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

ગોંડલમાં વીજતાર પર ઝુલતી વૃક્ષની ડાળીએ લોકોમાં ચિંતા કરાવી દીધી હતી
ગોંડલમાં વીજતાર પર ઝુલતી વૃક્ષની ડાળીએ લોકોમાં ચિંતા કરાવી દીધી હતી

મોરબીના 230 ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો
મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરના પગલે 230 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને જેમાંથી તાબડતોબ કાર્યવાહી કરવામાં આવતાં 131 ગામોમાં વીજળી કાર્યરત કરી દેવાઇ છે. તેમજ બાકીના 99 ગામોમાં પણ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે તેવં સુત્રોએ જણાવ્યું છે.

મોરબી
મોરબી
જણસીઓ પલળી ગઇ
જણસીઓ પલળી ગઇ

તાઉતેની ઘાત તો ટળી, વાવાઝોડાંની પાછોતરી અસર તબાહી અને તારાજી રૂપે સામે આવી
પૂર્વ નિર્ધારિત તાઉતે વાવાઝોડું આવ્યું અને ચાલ્યું ગયું. મોરબી અને રાજકોટ જિલ્લામાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી બન્યા, જણસીઓ પલળી ગઇ, રેલવેના ફાટકનો પોલ પણ તેની સામે ઝીંક ઝીલી ન શક્યો. અસંખ્ય અડગ વીજપોલ સાષ્ટાંગ નમી ગયા. યાત્રાધામ વીરપુરમાં મુખ્ય બજારમાં તડકાથી બચવા લગાવેલા ચાંદરડાના લીરેલીરા ઉડી ગયા તો ગોંડલમાં વીજતાર પર ઝુલતી વૃક્ષની ડાળીએ લોકોમાં ચિંતા કરાવી દીધી હતી. મોરબીમાં જેલના કેદીઓને જામીન પર છોડવામાં આવતાં કેદીઓમાં ખુશી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...