તંત્ર:મોરબીના દલવાડી સર્કલ પર ભૂગર્ભના અનેક ઢાંકણા તૂટી જતાં અકસ્માતનો ભય

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ભક્તિનગર સર્કલ પાસે એક મહિલાનું અકસ્માતમાં મોત થયુ છતા તંત્રની બેદરકારી વધુનો ભોગ લેશે

મોરબીનાં વોર્ડ 11માં આવેલ દલવાડી સર્કલ પાસે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરની લાઇન તૂટી ગઇ છે.આ વિસ્તારમાં દિવસ રાત લોકોની અવર જવર રહે છે.જેના કારણે લોકો નાના મોટા અકસ્માતનૉ ભોગ બની રહ્યા છે આ મુદે ભાજપના કાઉન્સિલરે જિલ્લા કલેકટર, આર એન્ડ બી સહિતના અલગ અલગ વિભાગમાં અગાઉ પણ રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કાઉન્સિલરે તેની રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે નવો જ મોતનાં કુવા સમાન ભૂગર્ભ ગટરનું ખુલ્લુ ઢાંકણ તૂટી જવાથી ખુલ્લી ગયું છે. બાયપાસ રોડ ફોર ટ્રેક થવાના કારણે નીચે ભૂગર્ભગટર દબાઈ ગયેલ છે અને તેની કોઈ વ્યવસ્થા ન કરવાના કારણે બાયપાસ રોડ ઉપર ચાલતા 50 ટન વજન વહન કરનાર વાહનોથી ઢાંકણા તૂટી જાય છે માટે ભૂગર્ભની કોઈ પણ વ્યવસ્થા કરવી જરૂરી છે આ વ્યવસ્થા નહીં કરવાથી ભવિષ્યમાં મોટી જાન હાની થવાના સંજોગો છે. અગાઉ આવાજ કારણે ભક્તિનગર સર્કલ પાસે એક સ્ત્રીનું મૃત્યુ થયેલ હતું.આ બાબતે તંત્ર ધ્યાન આપે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...