CMને રજૂઆત:વરસાદ ખેંચાતા પાકને નુકસાન, સિંચાઇ માટે પાણી આપવા માગ

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો હતો. જો કે 15 દિવસથી ફરી વરસાદ ખેંચાયો છે જેથી ચોમાસુ પાકને જરૂરી સિંચાઇનું પાણી મળ્યું નથી. ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના ખાતર, બિયારણ, મજૂરી , તેમજ અમુક ખેડૂતો કે જેને સિંચાઈ સુવિધાઓ મળી છે તેણે મોંઘા ભાવના ડિઝલ વાપરી પાકનું આગોતરું વાવેતર કર્યું છે પરંતુ હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

નર્મદા કેનાલો, મચ્છુ –1,2,3 ડેમની કેનાલો, ડેમી –1,2,3 ડેમની કેનાલો, બ્રામણી-1,2 ડેમની કેનાલો, ઘોડા ધ્રારોઈ તેમજ આજીના ડેમની કેનાલો દ્વારા જેને વિસ્તાર માં આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે. તેમજ જે વિસ્તારમાં કેનાલ નથી ત્યાં તળાવ, ચેકડેમો પણ પાણીથી ભરવામાં આવે અને તાત્કાલિક અસરથી સિંચાઈ માટે ખરીફ સીઝન બચાવવા પાણી આપવા આદેશ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...