મોરબીના ગાળા, હરીપર, અને કેરાળા ગામના ખેડૂતોને ફેકટરી દ્વારા ફેલાવાતા પ્રદુષણને કારણે વ્યાપક પ્રમાણમાં પાકની નુકસાની થઈ છે. તેઓને વળતર આપવા તેમજ નુકશાની અંગે તપાસ કરાવી કસુરવારો સામે પગલા લેવા સામાજિક કાર્યકરે માંગ કરી છે.
પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા લાગુ કરેલા પ્રદુષણના નિયમોનું પાલન કરવાની શરતે ફેક્ટરી ચલાવવા પરમિશન આપી છે. આ ફેક્ટરી ચાલકો દ્વારા નિયમોનો ઉલાળિયો કરીને પોતાના અંગત સ્વાર્થ ખાતર મનસ્વી રીતે ફેક્ટરી ચલાવવામાં આવે છે. અને આ ફેક્ટરી ચાલકને પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈ જાતનું બંધન કે ચેકિંગ કરાતું ન હોવાથી આ ફેકટરી દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણના કારણે ખેડૂતોના કિંમતી ઉભા પાકને પારવાર નુકશાન થઇ રહ્યું છે.
એક તરફ આ જગતના તાતે ખુબ જ મોટા ખાતર, બિયારણ, પાણી, અને મજૂરીના ખર્ચા કરીને જે પાક ઉગાડયો તે પાક નિષ્ફળ ગયો છે. ખેડૂત ચિંતામાં મુકાયો છે કે હવે મારું શું થશે? મારું કોણ સાંભળશે? આ બાબતે સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવાનો દેખાવ કરી ને રોજકામ કર્યું છે. જેમાં નુકશાન ગયું છે તેને બદલે નુકશાન જવાની શક્યતા છે. તેવું લખ્યું છે. તેમજ જે ફેક્ટરી ચાલુ નથી થઈ તેનો ઉલેખ્ખ કરેલ છે. પરંતુ જે ફેક્ટરી ચાલુ છે. અને તેના કારણે નુકશાન થયેલ હોવાની શક્યતા છે. તેનો ઉલેખ્ખ રોજ કામમાં કર્યો નથી. કપાસના નુકશાન થયેલા છોડના નમુના લેબોરેટરીમાં મોકલ્યા નથી. જેથી આ અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ અધિક કલેક્ટરને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.