ડમ્પર ચાલકો બ્રેકલેસ:ટીંબડી નજીક ટ્રક અડફેટે સાઇકલસવારનું મોત

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી માળીયા હાઈવે પર પુરપાટ દોડતા ડમ્પરે સાયકલ સવાર આધેડને ઠોકરે ચડાવતા મોત થયું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મુકી નાસી ગયો હતો. જે બનાવ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઈવે પર ટીંબડી નજીક ડમ્પર પુરઝડપે ચલાવી હરજીવનભાઈ ઉર્ફે બેચરભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયા (ઉ.વ.૪૫) રહે લક્ષ્મીનગર વાળા સાયકલ લઈને જતા હોય ત્યારેક આરોપી ડમ્પર નં જીજે ૧૩ ડબલ્યુ ૨૦૫૬ ના ચાલકે સાયકલને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું.ઘટના બાદ ટ્રક રેઢો મૂકી આરોપી ડમ્પરચાલક નાસી ગયો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના કેનાલ રોડ અવની ચોકડીના રહેવાસી કીર્તિકુમાર ખીમજીભાઈ પાંચોટિયાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...