માર્મિક ટકોર:નીતિન પટેલે કહ્યુ, ‘હાલમાં મારી સ્થિતિ નાણાં વિનાના નાથિયા જેવી જ છે’

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતિનભાઈ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
નીતિનભાઈ પટેલની ફાઇલ તસવીર
  • હવે મંત્રીપદ નથી છતાં મને બોલાવ્યો તેનો ઘણો આનંદ છે

વિવાદાસ્પદ નિવેદનો થકી હંમેશા ચર્ચામાં રહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા સમય પહેલાં થયેલા રાજકીય ફેરફારોને આધીન આજે એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે અત્યારે અમારી સ્થિતિ નાણાં વગરના નાથિયા જેવી છે. મોરબી નજીક આવેલા ખોખરાધામ ખાતે એક સમારોહમાં હાજરી આપી તેમણે એક જાણીતી ઉક્તિ...નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ ટાંકીને પોતાની સ્થિતિ અંગે માર્મિક ટકોર કરી હતી.

નીતિનભાઈ પટેલે શરૂઆતમાં મંદિર અને જગ્યા બાબતેની આસ્થા અંગે પોતાની વાત રજૂ કરી હતી બાદમાં તેઓએ જણાવ્યું હતું કે હોદ્દો હોય, પદ પર બિરાજમાન હોય તો અલગ અલગ જગ્યાએથી આમંત્રણ અપાતા હોય છે. હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આ અંગે આમંત્રણ આપવામા આવ્યું હતું. બાદમાં સરકાર બદલાઈ અને અમને સંગઠનની જવાબદારી મળી. હાલ મારી પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં કનકેશ્વરી માતાજીનો ફોન આવ્યો અને મને આ સમારોહમાં ખાસ હાજરી આપવા જણાવ્યું હતું.માતાજીની ભાવના કેટલી સારી કે તેમણે નાયબ મુખ્યમંત્રીને નથી બોલાવ્યા પણ તેમણે નિતીનભાઈને બોલાવ્યા છે, તેનો મને આનંદ છે આ દરમિયાન તેઓએ નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ કહેવત થકી પોતાની હાલ પદ વિનાના નાથિયા જેવી સ્થિતિ હોય તેવો વસવસો વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...