તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોના રિપોર્ટ વિના દુકાન ખોલનાર 8 સામે ગુનો

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં કોવિડ ગાઇડલાઇન ભંગ કરતા 26 લોકો ઝડપાયા

મોરબી જિલ્લામાં મંગળવારે 24 કલાક દરમિયાન અલગ અલગ કોવિડના જાહેરનાના ભંગ બદલ 26 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં મોરબીમાં રાત્રી કફર્યુમાં ફરસાણની દુકાન ખુલ્લી રાખનાર વેપારી તેમજ લટાર મારતા પાંચ, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પાંચ રીક્ષા ચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા ત્રણ લોકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક બાઈક ચાલક, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા 3 રીક્ષા ચાલકો, હળવદમાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા એક વેપારી તેમજ એક વાહન માલિક, માળીયા (મી) માં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 2 અનાજ કરીયાણાની દુકાનના માલિક અને એક રીક્ષા ચાલક સામે પોલીસે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં કોરોનામાં 1 કેસ, 1 દર્દી ડિસ્ચાર્જ
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી ચુક્યું છે.સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 440 લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી માત્ર 1 કેસ જ પોઝિટિવ આવ્યા હતા.અને આ એક કેસ મોરબી શહેરમાં નોધાયો હતો બીજી તરફ 1 દર્દી ડિસ્ચાર્જ થતા હવે એકટિવ કેસ પણ માત્ર 22 જ વધ્યા છે.મોરબી જિલ્લામાં આજદિન સુધીમાં 2,95,443 દર્દીના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાંથી 6480 દર્દી પોઝિટિવ આવ્યા હતા આ 6480માંથી હાલ 22 દર્દી સારવાર હેઠળ છે તો 87 દર્દીના મોત થયા છે જ્યારે 6117 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...