તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના સરદાર બાગમાં આવેલા પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાણીની લાઈનમાંથી રીતસર પાણીનો ધોધ વછૂટતા વગર ચોમાસે આખો વિસ્તાર જળમગ્ન થયો હતો. પાણીની.લાઈનમાંથી પાણીનો બેફામ બગાડ થયો હતો.અંગેની જાણ થતા પાલિકા અને પાણી પુરવઠાની ટીમે મોડી રાત્રે યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી.
એક તરફ મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં તંત્ર પીવાનું પાણી પહોચાડી શકવા નિષ્ફળ નિવડેલ તંત્ર હવે પાણીની જાળવણી કરવામાં પણ સફળ થઈ શકયુ નથી. ઠેર ઠેર પાણીની લાઈનમા ભંગાણ થતા રહ્યા છે. ત્યારે ફરીવાર પાણીનો સંપના વાલ્વ માં કોઈ કારણોસર ભંગાણ પડતા પાણીનો ધોધ છૂટયો હતો અને સમગ્ર વિસ્તાર વગર વરસાદે જળબંબાકાર સર્જાયો હતો.પાણીનો લાઈનમાંથી સતત પાણીના મસમોટા ફુવારા ઉડી રહ્યા છે.તેથી પાણીને બેફામ બગાડ થયો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.