આરોપીઓના જામીન અરજી અંગેનો હુકમ:મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આરોપીઓના જામીન માટે કોર્ટમાં 23 તારીખે સુનાવણી

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી 8 આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી અંગે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને કેસની સુનાવણી તા. 23ના રોજ કરવામાં આવશે તેમ ઠેરવ્યું હતું.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મૃત્યુ બાદ પોલીસે ફરિયાદ નોંધી ઓરેવા કંપનીના મેનેજર સહિતના 9 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીના રિમાન્ડ મેળવી બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે જેલમાં આરોપીઓ દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણે જામીન માટે અરજી કરી હતી. આ આઠ આરોપીની જામીન અરજીની આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાનમાં લીધા હતા અને જામીન અરજી અંગેનો હુકમ તા. 23ના રોજ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...