આજે આવશે ચુકાદો:પુલ દુર્ઘટનાના આરોપીઓના જામીન અંગે આજે કોર્ટમાં નિર્ણય

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે આરોપીના જામીન તો અગાઉ જ કોર્ટે ફગાવી દીધા છે
  • બાકીના સાત આરોપીની અરજી પર આજે આવશે ચુકાદો

મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં પકડાયેલા ચાર મેનેજર તેમજ સિક્યોરિટી ગાર્ડ, ટિકિટ ક્લાર્ક સહિતના કુલ 9 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર આરોપીઓની રિમાન્ડ મેળવવામાં આવી હતી. આ ચારેયના પણ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેલમાં ગયા બાદ અલગ અલગ સમયે આરોપીઓ દ્વારા જામીન અરજી પણ કરવામાં આવી હતી. જે પૈકી અગાઉ બે આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી, તો બાકીના સાત આરોપી દ્વારા ફરી જામીન અરજી કરવામાં આવી હતી.

જેમની સુનાવણી 23 મી નવેમ્બર સુધી ટળી હતી, અન્ય એક આરોપીએ પણ પાછળથી જામીન અરજી કરી હતી, જેની આજે મંગળવારના રોજ સુનાવણી હતી અને તેના માટે 23 નવેમ્બરની અરજીની મુદત નક્કી કરી હતી. આવતીકાલે એટલે કે 23 નવેમ્બરના રોજ કોર્ટ દ્વારા તમામ આરોપીઓની જામીન અરજી પર નિર્ણય આપશે અને આ નિર્ણય આરોપી તરફથી જાય છે કે તપાસ અધિકારી તરફ તે મેજિસ્ટ્રેટના આદેશ બાદ જ ખ્યાલ આવી શકશે.હાલ આ સુનવણીને લઈ મોરબીવાસીઓની પણ મીટ મોરબી કોર્ટ તરફ મંડાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...