ધરપકડ:માળિયામાં દેશી તમંચા, અને 30 કારતૂસ સાથે

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી બજાર પાસેથી પોલીસે પકડી લીધો

માળિયાં મિયાણા શહેરમાંથી પોલીસે એક શખ્સને હાથ બનાવટનાં દેશી તમંચા અને ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપી વિરુધ્ધ ગુન્હો નોધી આ હથિયાર ક્યાંથી મેળવ્યું અને શા માટે તે લીધું હોવાનુ તે અંગે તપાસ હાથ ધરી હતી. આરોપી કોઈ ગુન્હાહિત કૃત્ય કરવાની ફિરાકમાં હતો કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી.

માળિયા શહેરમાં મોરબી એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમીયાન વારમી મળી હતી કે માળિયા શહેરમાં આવેલ તળાવ પાસે મોટી બજારના જુના ઝાપા પાસે એક શખ્સ દેશી તમંચા સાથે ફરતો હોય બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને માળિયા શહેર માં જ રહેતા સદામ અનવર મુલ્લાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો અને ત્રણ જીવતા કારતુસ કબજે કર્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ શખ્સને ઝડપી વિધીવત પુછપરછ હાથ ધરી છે . પુરપરછ બાદ આરોપીની પેરવી શું હતી. કયુ કૃત્ય આચરવાનો હતો સહિતની બાબતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...