• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Counting Of Votes Held In 5 Places For The Election Of 196 Gram Panchayats Of Morbi District Continued Till Late Night Due To Ballot Papers.

ઉત્કંઠાનો અંત:મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 5 સ્થળે યોજાઈ મતગણતરી, બેલેટ પેપરના કારણે મોડી રાત સુધી કાઉન્ટિંગ ચાલ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 196 પંચાયતને મળ્યા ગામધણી
  • મંગળવારે દિવસભર ભારે ઉત્સાહ છવાયેલો રહ્યો, પરિણામો જાહેર થતાં જ વિજેતાઓના ટેકેદારો અને સમર્થકોમાં દિવાળી જેવો માહોલ

મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયત માટે 19મીના રોજ મતદાન યોજાયું હતું. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરતા કુલ 79 ટકા મતદાન નોંધાયું હતું. આજે જિલ્લાના અલગ અલગ પાંચ સ્થળ પર મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાની 48 ગ્રામ પંચાયત માટે પોલીટેક્નિક કોલેજ ઘૂંટુંમાં મત ગણતરી કરાઈ હતી આ માટે કુલ 27 ટેબલ પર એક સાથે મત ગણતરી માટે 17 આર.ઓ અને 120 કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો હતો. આ તમામ કર્મીઓએ મત ગણતરી હાથ ધરી હતી.

માળિયા મી.તાલુકાની 20 ગ્રામ પંચાયત માટે મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેના માટે 16 ટેબલ અલગ રાખવામાં આવ્યા હતા અને 7 આર ઓ સહિત 55 કર્મચારીઓ ફાળવાયા હતા.વાંકાનેર તાલુકાની અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે 62 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 24 ટેબલ પર 24 આર.ઓ સહિત 150 સ્ટાફ દ્વારા મત ગણતરી કરી હતી. ટંકારા ઓરેપેટ કન્યા છાત્રાલયમાં 22 ગ્રામ પંચાયત માટે કુલ 12 ટેબલ પર 9 આર ઓ સહિત 90 કર્મચારીઓ જોડાયા હતા.હળવદ તાલુકાની મોડેલ સ્કૂલમાં પણ મત ગણતરી યોજાઈ હતી. અહીં 15 આર ઓ અને 29 ટેબલ ઓર 120 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા હતા.

તમામ મત ગણતરીના સ્થળ પર સવારથી જ ઉમેદવાર અને તેનાં ટેકેદારોનો જમાવડો થઈ ગયો હતો. અને જેમ જેમ મત ગણતરી પૂર્ણ થતી ગઈ તેમ તેમ ઉજવણીનો માહોલ સર્જાયો હતો મત ગણતરી સ્થળ પર સવાર થી જ પોલીસ બંદોબસ્ત લગાડી દેવામાં આવ્યો હતો. મત પત્રકોની ગણતરી કરવાની હોવાથી નાના ગ્રામ પંચાયત માટે પણ 1 કલાકથી સવા કલાક સુધીની સમય લાગતો હતો તો મોટી ગ્રામ પંચાયત વિસ્તારમાં તો આ સમય અઢી કલાક સુધી લંબાયો હતો.

બાદનપરના વોર્ડ સભ્ય, વાધરવા ગામમાં સરપંચ ઉમેદવાર વચ્ચે ટાઈ
બાદનપરના વોર્ડ સભ્ય અને વધારવા ગામમાં સરપંચ ઉમેદવાર વચ્ચે ટાઇ થઇ હતી. સરખા મત મળતા ચીઠ્ઠીએ નસીબ બદલી નાખ્યુ.મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણી માટે થયેલા મતગણતરીમાં બાદનપર ગામમાં વોર્ડ નમ્બર 7 માં ઉમેદવાર વચ્ચે ટાઇ થઈ હતી જે બાદ ચિઠ્ઠી ઉપાડી પરિણામ જાહેર કરાયું હતું.

આ જ રીતે માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ પદના ઉમેદવારોની મતગણતરીના દરમિયાન ઉમેદવાર શૂરવીરસિંહ અને અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને 332 – 332 મળતા બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ સર્જાતા ચૂંટણી અધિકારી દ્વારા ચીઠ્ઠી નાખવામાં આવી હતી જેમાં સરપંચ તરીકે અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને વિજેતા જાહેર કરાતા બન્ને ઉમેદવારોએ ખેલદીલીપૂર્વક પરિણામને સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...