રજૂઆત:મોરબીના મહેન્દ્રપરામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગણતરીના મહિનામાં તૂટ્યો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના સામાજિક અગ્રણીની સીએમને લેખિત રજૂઆત

મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરા મેઈન રોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવ્યુ હતું.જોકે આ રોડની કામગીરી એટલી બધી ગુણવતાવિહીન છે કે રોડ બન્યા બાદ ખુબ જ ટૂંકા સમયમાં તૂટી ગયો છે. મોરબી વાસીઓના ટેક્સના રૂપિયામાંથી નગર પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો.

પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવાથી આ રોડ તૂટી જતા મોરબીના સામાજિક અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમ ભુપેન્દ્ર પટેલને લખિત રજૂઆત કરી હતી અને આ વિસ્તાર, નવેસરથી રોડ બનાવવાં આ કામના જવાબદાર કોન્ટ્રકટરો તેમજ પાલિકાના ઈજનેર અધિકારી સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે યોગ્ય કાયદેસરના પગલા લેવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...