તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:કોરોના બેકાબૂ થતા નેતાઓની ઊંઘ ઊડી, બેઠકોનો દોર શરૂ

મોરબી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • મોરબીમાં કોરોના સંક્રમણ વધતા સાંસદોએ સ્થિતિનો તાગ મેળવ્યો
 • માત્ર મિટિંગથી શું થશે? જ્યાં આભ ફાટ્યું ત્યાં થીગડાં માર્યે શું વળે?

કોરોનાનું સંક્રમણ વધી જતાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામા ઓચિંતો જ વધારો થયો છે અને બેડ ઘટી પડ્યા છે. ટેસ્ટ કીટમાં પણ ઘટાડો થતા દર્દીઓ અલગ અલગ પીએચસીમાં ધક્કા ખાવા મજબુર બન્યા હતા.

જિલ્લામાં કોરોના બેકાબુ હોવા છતાં એક તરફ તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું હતું, તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જાણે ગૂમ થઈ ગયા હોય તેમ નિષ્ક્રીય જણાઈ રહ્યા હતા.જો કે રહી રહીને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને જાણે પોતાની જવાબદારી યાદ આવી હોય તેમ આજે બન્ને સાંસદોએ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી અને કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ હાલ બેડની સંખ્યા ટેસ્ટ કીટ, રેમડેસિવિર ઈન્જેકશન, ટેમી ફલૂ ટેબ્લેટ,વેન્ટિલેટરની સંખ્યા અને બીજી જરૂરિયાત અંગે પણ માહિતી મેળવી હતી.

અેસી ચેમ્બરની બહાર જુઓ સિવિલમાં સ્થિતિ અલગ છે!
મોરબીમાં વણસેલી સ્થિતિ કાબુમાં લેવા આગામી દિવસોમાં તંત્રનું આયોજન શું છે તે વિશે સાંસદોએ એસી ચેમ્બરમાં બેસીને જાણકારી મેળવી હતી. ચેમ્બરમાં બેસી મિટિંગ યોજી, માહિતી મેળવી તંત્રએ રજૂ કરેલી આંકડાકીય માયાજાળ અને સબ સલામતના દાવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જો કે હોસ્પિટલમાં અને અર્બન સેન્ટરમાં જઇ સ્થિતિ જાણવા પ્રયત્ન પણ કર્યો ન હતો. ચૂંટણી વખતે સભા ગજવતા નેતાઓએ સિવિલ કે પીએચસીમાં જવાની જરૂર હતી તો વાસ્તવિક સ્થિતિ જાણવા મળી શકતે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો