તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ઘૂંટુ કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ, નાકાબંધી કરાઇ

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીના ઘૂંટુના કોવિડ સેન્ટરમાં દાખલ થયેલ કોરોનાગ્રસ્ત દર્દી સ્ટાફ અને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને પોલીસે અનેક સ્થળોએ નાકાબંધી કરી આ દર્દીની શોધખોળ ચલાવી હતી. તંત્ર દ્વારા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આજે આ સેન્ટરમાથી કોરોનાનો એક દર્દી ફરાર થઈ ગયો હતો. આ અંગે સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તુરંત આરોગ્ય તંત્રને અને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા બાયપાસ ચોકડી અને ટંકારા તરફના રસ્તે તુરંત નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.

પોલીસે કોરોનાના ફરાર દર્દીને શોધવા માટે અન્ય અનેક પ્રયાસો પણ હાથ ધર્યા છે. હાલ તો આ ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબીમાં અન્ય જિલ્લામાંથી આવેલ એક કોરોનાગ્રસ્ત દર્દી ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી અને સ્થાનિક તંત્રની લાપરવાહી અને ચાલતા લોલમલોલનો પર્દાફાશ થયો હતો. કોઇ દર્દી આ રીતે સેન્ટરમાંથી આટલા બધા સ્ટાફને ચકમો આપીને નાસી જાય અને સ્ટાફને ખબર પણ ન પડે અને ઉંઘતા રહે એ તો સમાજ માટે નુકસાનરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો