તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં પ્રારંભિક તબક્કે 4000 આરોગ્ય કર્મીને અપાશે કોરોના વેક્સિન

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય વિભાગે તબીબ, નર્સિંગ અને લેબ ટેક્નિશિયનની યાદી તૈયાર કરી

સમગ્ર વિશ્વને છેલ્લા 8 મહિના કરતા પણ વધારે સમયથી બાનમાં લેનાર કોરોના મહામારીનો તોડ મળી ચુક્યો છે અને વિશ્વભરના વૈજ્ઞાનિકો આ મહામારીથી લડવા વેકસીન માટે મહેનત કરી રહ્યા છે. અલગ અલગ દેશમાં કોરોનાની વેકસીનની ટ્રાયલ ચાલી રહી છે.જે પૈકી અમુક વેકસીનની ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે. ગુજરાતમાં પણ રાજય સરકારના આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગ દ્વારા તેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.ત્રણ તબક્કામાં વેકસીન અપાય તેવું પ્રાથમિક આયોજન ઘડાઈ રહ્યું છે.જેમાં પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.

આરોગ્ય સાથે જોડાયેલા સરકારી કે ખાનગી ક્ષેત્રના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, લેબ ટેક્નિશીયન તેમજ કોરોના કામગીરીમાં દર્દીઓ સીધા સંપર્કમાં આવનાર ફ્રન્ટ લાઈન વોરીયરને પ્રાથમિકતા આપવામાં આવશે. મોરબી જિલ્લાની સ્થિતિ મુજબ કુલ 4000 જેટલા આરોગ્ય કર્મીઓ આંગણવાડી કાર્યકરો, આશા બહેનોને આવરી લેવાનું આયોજન છે. બીજા તબક્કામાં, પોલીસ, બેન્ક, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, શિક્ષકો, મીડિયા કર્મીઓ, તેમજ જે કોઈના કોઈ રીતે લોકોની સાથે સીધા જોડાયેલા છે તેમને આવરી લેવાશે. ત્રીજા તબક્કામાં સિનિયર સીટીઝન, ડાયાબિટીસ બ્લડ પ્રેસર કે અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો જાહેર જગ્યા પર ધંધા રોજગાર કરતા લોકો જે સુપર સ્પ્રેડર બની શકે તેવા ધંધાર્થીઓને પણ તેમાં સાંકડી લેવાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો