તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મોરબીમાં કોરોના સંક્રમણ ધીમું પડ્યું, 44 દર્દી પોઝિટિવ જાહેર

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 968 દર્દીના જ ટેસ્ટ, 67 સ્વસ્થ થયા અને એકનું મોત

મોરબી જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ખુબ મોટી સંખ્યામાં કેસ આવ્યા હતા અને જેમાંથી અનેક દર્દી જંગ હારી ગયા હતા.છેલ્લા કેટલાક દિવસોથી કેસની સંખ્યા ત્રણ આંકડામાં રજૂ કરવામાં આવતી હતી.

જો કે રવિવારે આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેમ્પલ ટેસ્ટ તેમજ પોઝિટિવ કેસ ઘટ્યા હતા. જિલ્લામાં રવિવારે સતાવાર આંકડા જાહેર કર્યા હતા જેમાથી 968 દર્દીના જ સેમ્પલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 44 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ 44 દર્દીમાં શહેરમાં 16 અને ગ્રામ્યમાં 12,વાંકાનેર શહેર 1 અને ગ્રામ્યના 4 કેસ આવ્યા હતા.હળવદ શહેર 1 અને ગ્રામ્યમાં 3 કેસ આવ્યા હતા.ટંકારામાં 7 કેસ આવ્યા હતા. બીજી તરફ 67 સાજા થયા હતા. આ 67 કેસમાં મોરબીમાં 26, વાંકાનેર2 હળવદ 18,ટંકારા 13, અને માળીયા 8 દર્દી સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.

બીજી તરફ એક દર્દીનું સત્તાવાર મોત જાહેર કરવામાં આવ્યું હતું. મોરબીમાં ઓલ ઓવર સ્થિતિ જોઈએ તો કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સત્તાવાર પોઝિટિવ દર્દીઓનો આંક 5968 પર પહોંચી ગયો છે અને જેમાંથી 4672 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ 968 દર્દી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો 84 દર્દી મોતને ભેટયા છે.

અન્ય સમાચારો પણ છે...