તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મોરબી જિલ્લામાં કોરોનાએ ફૂંફાડો માર્યો, 10 કેસ પોઝિટિવ

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 3404 દર્દી સંક્રમિત થયા, 33 એક્ટિવ કેસ

મોરબીમાં રવિવારે એકસાથે 10 જેટલા કેસ પોઝિટિવ આવ્યા હતા, 2 દર્દી સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસ ફરી 33નો આંકડો પાર કરી ગયો હતો. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કુલ 217 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 10 કેસ પોઝિટિવ આવ્યા હતા. દસ કેસમાં 8 મોરબી ગ્રામ્યમાં, 2 શહેરમાં નોંધાયા હતા. જિલ્લામાં આજના નવા કેસ મળી કુલ એક્ટિવ કેસનો આંકડો 33 પર પહોંચી ચુક્યો છે.

જિલ્લામાં કોરોનાની સ્થિતિ જોઈએ તો રવિવાર સુધીમાં કુલ 1,73,106 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 3404 દર્દી કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. આ 3404 માંથી 3159 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇ ચુક્યા છે, તો આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના દર્દીનું મોત કોરોનાથી થયું કે અન્ય બીમારીને કારણે થયું તે અંગે રાજ્ય સરકાર દ્વારા બનાવેલ સ્ટેટ ડેથ ઓડિટ કમીટી દ્વારા 19 દર્દીઓના જ મોત કોરોનાથી થયા હોવાનું જણાવ્યું હતું. પોઝિટિવ દર્દી, સ્વસ્થ થયેલા દર્દી વચ્ચેનો તફાવત જોતાં 193 દર્દીઓના મોત કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયા હોવા છતાં તેઓના મોત અંગે કોઈ સ્પષ્ટતા રાજય સરકારની ડેથ ઓડિટ કમીટી દ્વારા કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...