કોરોના મહામારી:મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, નવા 12 કેસ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસ 197 સારવાર હેઠળ, 21 દર્દીને રજા અપાઇ

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા 24 કલાકના સત્તાવાર કોરોનાના જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ જિલ્લામાં 861 દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 12 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. મોરબી શહેરમાં 4 અને ગ્રામ્ય વિસ્તારોમાં 3 કેસ નોંધાયા હતા તો હળવદ અને માળીયામાં 2-2 કેસ તેમજ વાંકાનેરમાં 1 કેસ નવો નોધાયો હતો.માત્ર ટંકારા તાલુકા નવા કેસ સામે આવ્યા ન હતા.

બીજી તરફ જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીમાંથી 21દર્દીને ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જેમાં મોરબી 13,વાંકાનેર 4,હળવદ 3, ના દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં કુલ 1,25,875 દર્દીઓના સેમ્પલ કરવામાં આવ્યા હતા જેમાથી 2945 લોકો કોરોના સંક્રમિત થયા હતા જેમાંથી 2553 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.જ્યારે 197 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો 18 દર્દીઓના મોત નિપજયા હતા.

અન્ય સમાચારો પણ છે...