નિર્ણય:કોન્ટ્રાક્ટર્સ વીજપોલ કે અન્ય સામાન આડેધડ નહીં રાખી શકે

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનનું રજિસ્ટ્રેશન કરી સામાનનો હિસાબ રખાશે

PGVCL મેનેજમેન્ટ દ્વારા માલ સામાનની તંગીને પહોંચી વળવા, દરેક સામાનનો સરળતાથી હિસાબ મળી રહે તે માટે કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવાયો છે. PGVCLની મિલકતનો હિસાબ સરળ, પારદર્શક રહે તેમજ સીધો ફાયદો પ્રજાલક્ષી વીજ કામોમાં થાય તેવા હેતુથી તમામ વિભાગીય કચેરી હૈઠળના કોન્ટ્રાક્ટર સ્ટોર ગોડાઉનની નોંધણી અને સમયાંતરે સ્ટોકની ચકાસણી થાય તેવો નિર્ણય PGVCL દ્વારા કરાયો છે.

સ્ટોર ગોડાઉનનું સંબંધિત ડિવીઝન કચેરી ખાતે રજિસ્ટ્રેશન કરાયા બાદ લોકેશન, PGVCLના માલના સ્ટોકની માહિતી નિમિત કચેરી, તમામ ક્ષેત્રિય કચેરી પાસે રહેશે. જેના પરિણામ સ્વરૂપે માલ-સામાનની તંગીને નિવારી તેના કારણે અટકી પડતાં પ્રજાના વીજ પૂરવઠો પૂરો પાડવાના કાર્યો તેમજ સરકારની જાહેર વીજ યોજનાઓને વેગ મળશે.

નિર્ણય મુજબ વીજ કંપનીની કોન્ટ્રાક્ટર એજન્સીઓએ તેમના દ્વારા રજીસ્ટર કરાવેલ અધિકૃત જગ્યાએ કંપની દ્વારા વિવિધ કામ માટે અપાયેલ મટિરિયલનો સ્ટોક સાચવીને રાખી શકાશે, તેમજ તેનો વ્યવસ્થિત હિસાબ સાચવવી પડશે અન્યથા ગેરરીતિ-અનિયમિતતા જણાયે એજન્સીને પેનલ્ટી આપવાની જોગવાઈ કરાઇ છે. આમ વહીવટી સરળતા માટે PGVCLના રિજિયોનલ ડિવિઝન સ્ટોરમાંથી ઈશ્યૂ થતાં માલની ગણતરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેમજ તેનો રેકોર્ડ વ્યવસ્થિત રીતે જાળવી શકાય તે હેતુથી કોન્ટ્રાક્ટર એજન્સીઓનું રજીસ્ટ્રેશન કરાશે.

અન્ય સમાચારો પણ છે...