પેટાચૂંટણી:મોરબીની ત્રાજપર બેઠક કોંગ્રેસે જાળવી રાખી હળવદની રણછોડગઢ બેઠક ભાજપને જ મળી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પક્ષે પોતપોતાની બેઠક જાળવી રાખી: ઉપલેટાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો

મોરબી જિલ્લામાં પણ બે તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકમાં ચૂંટણી યોજાઇ હતી.આ બે બેઠકમાં મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર અને હળવદની રણછોડગઢ બેઠકનો સમાવેશ થતો હતો. આ બેઠકના સભ્યોના બીમારીના કારણે મોત થવાથી જગ્યા ખાલી થઈ હતી.આ બન્ને બેઠકમાં રવિવારે મતદાન થયું હતું.જિલ્લાનું સરેરાશ મતદાન 60 ટકા રહ્યું હતું. ત્રાજપર બેઠક માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, તો રણછોડગઢ બેઠક પર આપ પણ મેદાનમાં આવતા ત્રિપાખોયો જંગ છેડાયો હતો.મંગળવારે વી.સી હાઇસ્કૂલ ખાતે મત ગણતરી યોજાઈ હતી.

પરિણામમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેને ખુશ થવાનો મોકો મળ્યો હતો. જેના કારણે કોંગ્રેસની પરંપરાગત ત્રાજપર બેઠક કોંગ્રેસના હાથમાં યથાવત રહી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ જેસાભાઈ ડાભી સૌથી 1965 મત મેળવીને વિજેતા બન્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારને અડધા મત મળતા પરાજય થયો હતો..જ્યારે હળવદના રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.આ બેઠક ઉપર ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો. જેમાં ભાજપના ઉમેદવાર હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા 134 મતે વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે. નોંધનીય છે કે આ બેઠક અગાઉ પણ ભાજપ પાસે જ હતી અને ભાજપે જાળવી રાખી. આમ બન્નેમાંથી એક પણ બેઠકનું એકેય પક્ષને નુકસાન થયું નથી.

ઉપલેટાની બેઠક પર આપની કારી ન ફાવી
કોરોના કાળમાં ઉપલેટામાં વોર્ડ નંબર 5ના મહિલા સદસ્યાનું મોત થતાં પેટા ચૂંટણી યોજાઇ. આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેન સંજયભાઇ વેકરીયાને 1098, વિશાલબેન સોજીત્રાને 885 અને આપના ઇલાબેન ગજેરાને 327 મળતા કોંગ્રેસના દક્ષાબેન વેકરીયા 213 મતથી વિજેતા થયા.

અન્ય સમાચારો પણ છે...