વિરોધ:પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ સામે સૌરાષ્ટ્રના ગામોમા કોંગ્રેસના દેખાવો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગેવાનોના બેનર સાથે ધરણા - Divya Bhaskar
આગેવાનોના બેનર સાથે ધરણા

દેશભરમાં છેલ્લા કેટલાય સપ્તાહથી પેટ્રોલ, ડિઝલના ભાવો દિન પ્રતિદિન નવી નવી સપાટી સર કરી રહ્યા હોઇ દેશભરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોઇ, કેન્દ્રની ભાવ વધારાની નીતિ સામે વિરોધ કરવા અલગ અલગ શહેરોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જો કે કાર્યકરોએ પૂર્વ મંજૂરી લીધી ન હોઇ, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મોરબી, જસદણ અને ઉપલેટામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઉપલેટા તાલુકામા વધતા જતા પેટ્રોલ અને ડિઝલના ભાવને લઇને ભાદર રોડ પર કોંગ્રેસના આગેવાનો કૃષ્ણકાન્ત ચોટાઈ, લખમણભાઇ ભોપાળા, ગુલામ બાપુ, રજાકભાઈ સિંગોડા જસાભાઈ ડેર દ્વારા દેખાવ અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા જેમાં શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણી જૂની કહેવત મુજબ રાજાની કુંવરી દિવસે ન વધે એટલું રાતે વધે અને રાતે ન વધે એટલું દિવસે વધે એ મુજબ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે જે વાત સરકારના ધ્યાનમાં આવે તે માટે આજરોજ ધરણાં અને દેખાવો કરવામાં આવ્યા હતા.

ધરણા યોજતા 12 કાર્યકરની અટકાયત
ધરણા યોજતા 12 કાર્યકરની અટકાયત

જસદણમાં પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસના ભાવમાં વધારા મુદ્દે દેખાવો કરવા નીકળેલા કોંગ્રેસના સુરેશભાઈ ગીડા, જયુભાઈ વાળા, વિઠ્ઠલભાઈ મકવાણા સહિતનાની અટકાયત કરી હતી.

મંજુરી વિના દેખાવ કરતા 16ની અટક
મંજુરી વિના દેખાવ કરતા 16ની અટક

મોરબી : કોંગ્રેસના ધારાસભ્ય કગથરાએ કાર્યકર્તા સાથે કોંગ્રેસ કાર્યાલયથી શનાળા રોડ પરના છોટાલાલ પેટ્રોલપંપ સુધી રેલી યોજી નારા લગાવતા પોલીસે કાર્યકર્તા સહિત 16ની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...