કાર્યકરોની અટકાયત:માળિયામાં કોંગ્રેસનો સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હરકતમાં આવી કાર્યકરોની અટકાયત કરી

રાજયમાં રૂપાણીએ મુખ્યમંત્રીનું પદ સાંભળ્યાના 5 વર્ષ પૂર્ણ થવા પર સરકારના આદેશથી તમામ જિલ્લા અને તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તેની સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર શાસન કરવામાં નિષ્ફળતાના આરોપ મૂકીને સરકારની ઉજવણીનો વિરોધ કરવા મેદાને પડી છે. ત્યારે સોમવારે માળિયા ખાતે કોંગ્રેસ દ્વારા સામાજિક દિવસની ઉજવણી સામે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

માળીયાના વાગડિયા દરવાજા પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની ઉજવણી સામે સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ સરકારની સામાજિક દિવસની ઉજવણી સામે સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરીને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.

આ તકે કોંગ્રેસી આગેવાન જંયતીભાઇ પટેલ, કે.ડી. બાવરવા, મહેશભાઈ પારેજીયા, ભાવેશભાઈ સાવરીયા, ધર્મેન્દ્ર વિડજા, અશ્વિન વિડજા, ઇકબાલ જેડા, મહેશ રાજ્યગુરુ, સહિતના હાજર રહ્યા હતા. આથી, માળીયા મીયાણા પોલીસે હલ્લાબોલ કરનાર કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...