ચૂંટણી 2022:મોરબી-માળિયા વિધાનસભા બેઠક માટે યોગ્ય ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસ હજુ અનિર્ણાયક

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન અને જાનૈયા તો તૈયાર, કોંગ્રેસ હજુ સુધી વરરાજા જ હાજર ન કરી શકી હોવાથી છાવણીમાં શાંતિ
  • ભાજપે 182 ઉમેદવાર જાહેર કરી દીધા, મહત્ત્વની મોરબી બેઠક માટે કોંગ્રેસ ‘ચહેરા’ની તલાશમાં

મોરબી વિધાનસભા બેઠકમાં ભાજપે તેમના મજબૂત કહી શકાય તેવા ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયાને જાહેર કરી દીધા છે, અને જે તે સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં રાજ્યમંત્રી બનેલા બ્રીજેશ મેરજાનું પત્તું કાપી નાખ્યું છે. બીજી તરફ કાંતિલાલે ફોર્મ ભરી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ પણ શરૂ કરી દીધા છે. તેમના દુરના ભાણેજ એવા પંકજ રાણસરિયાને આપ પક્ષએ ટિકીટ આપી છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ કાંતિલાલ સામે કોને ઉતારવા એ મુદે હજુ પણ નિર્ણાયક સ્થિતિમાં પહોંચી નથી. તા. 14 નવેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી ગઇ છતાં કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં ગડમથલમાં પડી છે.

હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં ન આવતા કાર્યકરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. જાન અને જાનૈયા તો તૈયાર છે પરંતુ કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી વરરાજા નક્કી ન કરતા કોંગ્રેસ છાવણીમાં શાંતિ જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપના કાર્યાલયથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા કરી મુકાયા છે.કોંગ્રેસના કશ્મકશમાં છે કે કોને ઉમેદવાર તરીકે પ્રમોટ કરવા! હવે કોંગ્રેસ રવિવારે મોડી સાંજે અથવા સોમવારે સવારે જ સતાવાર નામ જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરી થઇ રહી છે.

નામની જાહેરાતમાં વિલંબના આ છે સંભવિત કારણો
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે.જો કે કોંગ્રેસે માત્ર વાંકાનેર અને ટંકારા બેઠકમાં જ ઉમેદવાર જાહેર કર્યા છે.જો કે મોરબી બેઠકમાં ઉમેદવારીનું કોકડું ગૂંચવાયું છે.આ બેઠક માટે જયંતિભાઈ જે પટેલ,કિશોર ચીખલીયા વચ્ચે ટક્કર છે, અને તેમણે દાવેદારી કરી છે. અને બંને ઉમેદવારમાં કોંગ્રેસ ગૂંચવાઈ છે. કિશોર ચીખલીયા પેટા ચૂંટણી વખતે કે જ્યારે તેમના સાથની કોંગ્રેસને જરૂર હતી તેવા સમયે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને તેના કારણે માળિયા માંથી કોંગ્રેસનાં મત તૂટયા હતા અને તેમની હાર થઇ હતી. આ કારણસર કોંગ્રેસમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. અને પક્ષ તેમને ટિકિટ આપે તો પક્ષમાં વિવાદ થવાની સંભાવના છે. આવા સમયે કોંગ્રેસ કોઈ જોખમ લેવાં મગાતી ન હોય બીજી તરફ જયંતિભાઈ પટેલ જે હાલ કોંગ્રેસ તરફથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે પરંતુ ભૂતકાળમાં તેઓને 6 થી વધુ વખત હારનો સામનો કરવો પડ્યો હતો જેથી કેટલાક કોંગ્રેસ આગેવાનો નવા ચહેરા ઉતારવાની માગણી કરી રહ્યા છે.આમ બંને ઉમેદવારમાંથી પક્ષ કોને ટિકિટ આપવી તે નક્કી કરવામાં પ્રદેશથી લઈ દિલ્હી સુધી મુંઝવણમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...