વિરોધ:મોરબીને સરકારી મેડિકલ કોલેજ આપવાની માગણી સાથે કોંગ્રેસ આજથી લડાયક મૂડમાં

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત છ દિવસ સુધી ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર સહિતના આક્રમક કાર્યક્રમો આપી સરકારને ઢંઢોળશે
  • સરકારી મેડિકલ કોલેજ મળ્યાની જાહેરાત કર્યા બાદ ખાનગી સંસ્થાને સોંપી સ્થાનિકો સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ચાલતી મેડિકલ કોલજ 2020માં 8 જિલ્લામાં મંજૂર થઇ હતી. આ 8 જિલ્લામાં એક જિલ્લા તરીકે મોરબીનો સમાવેશ થયો હતો જે તે સમયે પેટા ચુંટણીમાં ભાજપે તેનો ભરપુર પ્રચાર પણ કર્યો હતો.

જો કે મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલી સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ છેલ્લી ઘડીએ ખાનગી સંસ્થાને સાથે રાખી શરુ કરવાનો નિર્ણય લેવાતા મોરબી જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની જાહેરાત કરવામાં આવતા મોરબીવાસીઓ સાથે સરકાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઇ રાજકીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેનો વિરોધ ઉઠવાની શરૂઆત થઇ ચુકી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ બહાર ધરણા અને દેખાવ કરવામાં આવ્યા હતા હવે આ વિરોધમાં કોંગ્રેસ પણ જોડાયું છે અને આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે મોરબી જિલ્લામાં આગામી મંગળવારથી ૬ દિવસ સુધી મોરબીના સરદાર બાગ ખસામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સામે ધરણા કરવામાં આવશે અને મોરબીને થયેલા અન્યાયનો વિરોધ કરવામાં આવશે સાથે સાથે મોરબીને જ સરકારી મેડીકલ કોલેજ જ મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવશે.

આ ધરણામાં મોરબી જિલ્લાની ૪ નગરપાલિકા તેમજ 5 તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકરો એક પછી એક એમ જોડાશે અને સરકારના આ નિર્ણય સામે જોરદાર વિરોધ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું.

મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી મંત્રીની ખાતરીનું આશ્વાસન છે જ, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે: ભાજપ
મોરબી જિલ્લાને ફાળવવાંમાં આવેલી ગ્રીન ફિલ્ડ સરકારી મેડીકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી છે અને મોરબી જિલ્લાને બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજની જાહેરાત કરવામાં આવી હતી જેને લઇ મોરબીવાસીઓમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.અને સરકાર દ્વારા મોરબી જિલ્લાવાસીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવી અનુભૂતિ થઇ રહી છે. હાલ વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે અને સરકારની આ જાહેરાતથી જાણે રાજકીય ગરમાવો આવી ગઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ બહાર દેખાવ કર્યા હતા.

હવે કોંગ્રેસે ધરણા કરવાની જાહેરાત કરી છે. ત્યારે ભાજપે મેડિકલ કોલેજ મુદે કોંગ્રેસ પ્રજાને ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં મોરબી તાલુકામાં શું વિકાસ થયો તે પ્રજા જાણે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા,રાઘવજી ગડારા, ધારાસભ્ય પરસોતમ સાબરિયા તેમજ જિલ્લા ભાજપના અગ્રણી તેમજ ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય મુલાકાત કરી હતી અને મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવા રજૂઆત કરી હતી. આ અંગે મંત્રીએ ઋષિકેશ પટેલે મોરબી જિલ્લાને મંજૂર થયેલી સરકારી મેડિકલ કોલેજ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહેશે તેમાં કોઈ બદલાવ કરવામાં નહી આવે તેવું આશ્વાસન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...